કોરોના કહેર વચ્ચે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે! 21થી 23 માર્ચે રાજ્યના આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-21 16:16:50
  • Views : 481
  • Modified Date : 2021-03-21 16:16:50

    ગુજરાતના ખેડૂતો માટે આજે એક માઠા સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરતા જગતનો તાત ચિંતામાં પેઠો છે. હવામાન વિભાગના મતે 21થી 23 માર્ચ સુધી વાતાવરણમાં પલટો આવી શકે છે. જેથી રાજ્યના ગીર સોમનાથ, તાપી, નર્મદામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરતા કેરીના પાકને વ્યાપક નુકસાન થઈ શકે છે.

    અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવશે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છમાં બે દિવસની હિટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે ગુજરાત સિવાય દિલ્હી, હરિયાણા, પંજાબમાં પણ કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં વરસાદની આગાહી સાથે જ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અનેક વિસ્તારમાં આગામી બે દિવસમાં કાળઝાળ ગરમીની પણ આગાહી કરી છે. મહત્વનું છે કે રાજ્યમાં ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે.

    અત્રે નોંધનીય છે કે, માર્ચ મહિનામાં સમગ્ર દેશમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ઝારખંડ, દિલ્હી, હરિયાણા, પંજાબમાં કરા સાથે વરસાદ પડવાની સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ(MP)માં પણ કમોસમી વરસાદ પડ્યો હતો, જેનાથી તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે શનિવારે ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કરા સાથે વરસાદ પડશે. આ રાજ્યોમાં ઓરેન્જ અલર્ટ અપાયું છે, જ્યારે કાશ્મીર, લદાખ અને પંજાબમાં યેલો અલર્ટ અપાયું છે.

    તા.21થી 23 માર્ચ દરમિયાન ઉત્તરીય પર્વતીય પ્રદેશો પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશના કેટલાંક ભાગ તેમજ કચ્છ, ગુજરાતના વિવિધ ભાગોમાં ધુળકણ સાથે કમોસમી વરસાદ કે કરા પડવાની શક્યતાઓ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે. આ અરસામાં દક્ષિણ ભારતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધી રહેશે. તમિલનાડું, કર્ણાટક, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. તા. 21થી 23 અને 26 અને 27 માર્ચે પણ હવામાનમાં પલટો આવી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરથી વચ્ચે વચ્ચે તાપમાનમાં વધઘટ થઈ શકે છે. જુનાગઢ, અમરેલી, રાજકોટ, મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર અને ઉત્તર પશ્ચિમ ગુજરાતના ભાગોમાં કાળઝાળ ગરમી પડવાની શક્યતાઓ છે.



Download Our B K News Today App



Related News