અમેરિકન કંપનીએ કેન્દ્ર પાસે નુકસાનીની ભરપાઈની શરત મૂકી; કહ્યું- 12+ વયના લોકો અને નવા સ્ટ્રેન પર પણ વેક્સિન અસરકારક.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-27 12:16:48
  • Views : 467
  • Modified Date : 2021-05-27 12:16:48

    દેશમાં કોરોના વેક્સિનની અછતને કારણે રાહતના સમાચાર આવી રહ્યા છે. અમેરિકન કંપની ફાઇઝરે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે તેની વેક્સિન 12 વર્ષ કે તેથી વધુ ઉંમરના બધા લોકો માટે સલામત અને ખૂબ અસરકારક છે. કંપનીનો દાવો છે કે આ વેક્સિન મોટે ભાગે ભારતમાં જોવા મળતા કોરોનાના નવા સ્ટ્રેન પર પણ ઘણી જ અસરકારક છે.

    કંપનીએ કહ્યું હતું કે વેક્સિનને 2-8 ડીગ્રી તાપમાનમાં 2 મહિના માટે સંગ્રહિત કરી શકાય છે. ફાઇઝર જુલાઈથી ઓક્ટોબર 2021 સુધી ભારતને વેક્સિનના 5 કરોડ ડોઝ આપવા માટે તૈયાર છે. જોકે આ માટે તેણે નુકસાનની સ્થિતિમાં એની ભરપાઈ સહિતના સરકાર પાસેથી કેટલીક અન્ય છૂટની માગ કરી છે.ફાઈઝરને તાજેતરમાં જ ભારતીય અધિકારીઓ સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી. આ દરમિયાન કંપનીએ વેક્સિન અંગે ઘણા દેશો અને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના ટ્રાયલ ડેટા રજૂ કર્યા હતા. સૂત્રો અનુસાર, ભારત સાથેની બેઠકમાં ફાઈઝરે કહ્યું હતું કે હાલ ભારત અને વિશ્વની સ્થિતિ સારી નથી. આવી સ્થિતિમાં આપણે વેક્સિન સપ્લાઇને સામાન્ય પ્રક્રિયા તરીકે ગણવી જોઈએ નહીં.

    સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રના અધ્યક્ષ અને ફાઇઝર આલ્બર્ટ બુર્લાની બેઠક બાદ બંનેએ ભારતમાં કોરોના વેક્સિનની મંજૂરી ઝડપી બનાવવા ત્રણ મુખ્ય મુદ્દા પર સંમતિ આપી હતી. એમાં કેન્દ્ર દ્વારા વેક્સિનની ખરીદી, નુકસાન માટે વળતર, જવાબદારીઓ અને મંજૂરી પછી રિસર્ચની આવશ્યક મંજૂરી જેવી માગણીઓ સામેલ છે. એવું માનવામાં આવે છે કે કેન્દ્ર સરકારે ફાઇઝરની માગ પર વિચારણા કરવાની ખાતરી આપી છે.​​​​​​​ફાઈઝરએ જણાવ્યું હતું કે ભારત સરકારે 44 દેશ સહિત WHO તરફથી ઈમર્જન્સી મંજૂરીઓ પર ભરોસો રાખવો જોઈએ. એમાં ઘણા યુરોપિયન દેશો પણ સામેલ છે. એના આધારે અમારી વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવી જોઇએ.


Download Our B K News Today App



Related News