પાણી પુરવઠા વિભાગના રિપોર્ટમાં રાહતનાં સમાચાર, હજુ 4 મહિના સુધી રાજ્યની તરસ છીપાવી શકે છે રેવા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-24 12:27:23
  • Views : 286
  • Modified Date : 2022-05-24 12:27:23

 

રાજ્યમાં ગરમી કહેર વર્તાવી રહી છે.  છેવાડાના ગામોમાં પાણી માટે લોકોએ રઝળપાટ કરવો પડી રહ્યો છે. જો કે ચોમાસાને હવે થોડા દિવસો જ બાકી છે. તેવામાં રાહતના સમાચાર સામે એ આવ્યા છે કે નર્મદામાં હજુ ચાર મહિના રાજ્યની તરસ છીપાવી શકે તેટલો પાણીનો જથ્થો છે. 

સરદાર સરોવર ડેમ ગુજરાતની જીવાદોરી ગણાય છે. રાજ્યમાં પાણીનો આધાર આ ડેમ પર જ છે. ત્યારે સૌ પહેલીવાર આવા સમાચાર સામે આવ્યા છે કે વરસાદ જો ખેંચાય તો પણ કોઇ ચિંતાની વાત નથી. કારણ કે નર્મદામાં હજુ ચાર મહિના સુધી રાજ્યની તરસ છીપાવી શકે તેટલો પાણીનો જથ્થો છે. હાલ રાજ્યમાં કુલ 45 ટકા જળસંગ્રહ છે.  જ્યારે રાજ્યના 72 જળાશયોમાં 10 ટકાથી ઓછો પાણીનો જથ્થો સંગ્રહિત છે. 

 

માત્ર 19 ડેમોમાં જ 50 ટકાથી વધુ પાણી

હવામાન વિભાગની આગાહી મુજબ 15 જૂને ગુજરાતમાં ચોમાસુ બેસશે તેવી આગાહી કરવામાં આવી છે. તો કેટલાક હવામાન નિષ્ણાંતો 8 જૂનથી જ રાજ્યમાં વરસાદની આગાહી કરી રહ્યા છે તેવામાં રાજ્યમાં પુરતા પ્રમાણમાં પાણી હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે. પરંતુ રાજ્યમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં 15 ટકાથી પણ ઓછો પાણીનો જથ્થો છે. જ્યારે  બનાસકાંઠાના 8 તાલુકાના 64 ગામોને ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. કચ્છના 4 તાલુકામાં પણ ટેન્કરોનું રાજ જોવા મળી રહ્યું છે.

 

5જિલ્લાના 89 ગામોમાં ટેન્કરરાજ

હાલ રાજ્યના 5 જિલ્લાના 89 ગામોમાં 57 ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે છે. રોજીંદા ટેન્કર દ્વારા 187 ફેરા થકી પાણી પહોંચાડાય છે.  મહત્વનું છે કે રાજ્યમાં અંદાજિત 7 કરોડ જેટલી વસતી છે. પ્રતિ વ્યક્તિ 120 લિટર પ્રતિદિન પાણીની જરૂરિયાત છે.  સરદાર સરોવરનું પાણી 135 દિવસ આસુપાસ ચાલી શકે છે.  જ્યારે અમદાવાદની પાણીની જરૂરિયાત 1200 મિલિયન લિટર પ્રતિદિવસ છે. 

 

 

Download Our B K News Today App



Related News