ગુજરાતમાં કોરોના સંક્રમણને લઈ રાહતના સમાચાર, નવા કેસ અને મૃત્યમાં સતત ઘટાડો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-03 14:41:35
  • Views : 377
  • Modified Date : 2021-05-03 14:41:35

     રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના નવા કેસની  સંખ્યા સ્થિર  રહ્યા બાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12978 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે. નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી વધુ 152 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 7508  પર પહોંચી ગયો છે. 

     રાજ્યમાં આજે 11146 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 440276  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1 લાખ 46 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 146818   પર પહોંચ્યો છે. જેમાંથી 722  લોકો વેન્ટિલેટર પર અને 146096 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.05  ટકા છે. 




 

Download Our B K News Today App



Related News