આખરે જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર : ડીસા રેલવે ટ્રેક પર રાસાયણિક ખાતરની રેક આવતા ખેડૂતોમાં ખુશી છવાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-17 13:30:28
  • Views : 377
  • Modified Date : 2021-11-17 13:30:28

 

બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ખેતી આધારિત જિલ્લો માનવામાં આવે છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન કરી રહ્યા છે પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મોટાભાગે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે ખાસ કરીને ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ બટાટાનું વાવેતર ડીસા તાલુકામાં ખેડૂતોએ કરવામાં આવ્યું હતું પરંતુ વાવેતરના સમયે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રાસાયણિક ખાતરની અછત હતી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતા દસ દિવસ સુધી ખાતર મળતા ખેડૂતો નું વાવેતર લેટ થયું હતું. જેના કારણે ફરી એકવાર ખેડૂતોને વાવેતરમાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી હતી. સતત ખાતરની અછતથી ફરી એકવાર ખેડૂતો ખાતર મેળવવા માટે કલાકો સુધી ખાતરના ડેપો પર ઊભા રહેતા હતા તેમ છતાં પણ ખેડૂતોને જોઈએ તેટલું ખાતર મળતું હતું જેના કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી.

 

રાસાયણિક ખાતર માટે રજુવાત

 

    ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રવી સીઝનમાં બટાકા સહિત અનેક પાકોનું ખેડૂતો વાવેતર કરતા હોય છે. પરંતુ છેલ્લા દસ દિવસથી ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રાસાયણિક ખાતરની અછતને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા કલાકો સુધી રાસાયણિક ખાતરના ડેપો પર ઊભા રહેવા છતાં પણ તેમને ખાતર મળતું હતું જેના કારણે ખેડૂતો વાવેતરના સમયે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો બાબતે ખેડૂતોએ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સમયસર રાસાયણિક ખાતર મળે તો મોટું નુકસાન થવાની શક્યતાઓ થાય તેવું જણાવ્યું હતું ત્યારે બાબતે ખેડૂતોએ ગુજરાત સરકારમાં તાત્કાલિક ધોરણે ખાતર પૂરું પાડવા માટે રજૂઆત કરી હતી.

 

ખાતરની રેક આવતા ખેડૂતોમાં ખુશી

 

રવી સીઝન દરમિયાન ખેડૂતો ખાતરની તંગી ભોગવી રહ્યા હતા.ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો રાયડો તેમજ બટાકા પકવતા ખેડૂતો માટે વાવેતર દરમિયાન ખાતરની તાતી જરૂરિયાત હોય છે. ખાતર મળતું હતું. જેથી વહેલી સવારથી ખેડૂતો ખાતર મેળવવા લાઈન લગાવતા હતા. પરંતુ ખાતરની અછતને કારણે ખેડૂતો ખાતર મેળવી શકતા હતા. જે મામલે ખાતર બનાસકાંઠા પહોંચ્યું છે. દસ હજાર મેટ્રિક ટન ખાતર ભરેલી ટ્રેન ડીસા રેલવે સ્ટેશન પર પહોંચતા ખાતર સંબંધી ખેડૂતોની મુશ્કેલી દૂર થશે. ડીસા રેલવે સ્ટેશન પર રાસાયણિક ખાતરનો મોટો જથ્થો આવી જતાં ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છવાઇ છે.

 

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રાસાયણિક ખાતરના ડેપો ખાતે ખેડૂતોને ખાતર મળતા ખેડુતોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી પરંતુ લાંબા સમય બાદ ડીસા રેલવે સ્ટેશન ખાતે આવેલ રાસાયણિક ખાતર ની રેન્ક આવતા ખેડૂતોની મુશ્કેલી દૂર થઈ છે.અને આજથી ડીસાના રાસાયણિક ખાતરનું વેચાણ કરતા તમામ ડેપો પરથી ખેડૂતોને સમયસર ખાતર મળી રહેશે તેવું ડેપો સંચાલકે જણાવ્યું હતું.

 

Download Our B K News Today App



Related News