ડીસા ભોપાનગરની નવનિર્મિત પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-03 11:41:26
  • Views : 236
  • Modified Date : 2022-08-03 11:41:26


ડીસા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા ભોપાનગરની નવનિર્મિત પોલીસ ચોકીનું સોમવારે સાંજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


ડીસા- પાટણ રોડ ઉપર આવેલા ભોપાનગર વિસ્તારની નવનિર્મિત પોલીસ ચોકીનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. જેનું સોમવારે સાંજે સરહદી રેંજના પોલીસ મહાન નિરીક્ષક જે. આર. મોથલીયાના વરદ હસ્તે રીબીન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ ચોકીના નવા બિલ્ડિંગથી પોલીસ સ્ટાફને વધુ સુવિધા મળી રહેશે, અને પોલીસ ચોકી બનવાથી વિસ્તારના નાગરિકોને સમયસર મદદ પણ મળી રહેશે,તેમજ ગુનેગારો ઉપર પણ કાબુ આવશે. જેને લઈને આસપાસના રહીશોમાં પણ આનંદની લાગણી પ્રસરી હતી. પોલીસ ચોકીના લોકાર્પણ સમયે ડીસા વિભાગીય પોલીસ અધિકારી ડો. કુશલ ઓઝા, ઉત્તર અને દક્ષિણ પોલીસ મથકના પીઆઇ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Download Our B K News Today App



Related News