ન્યૂઝીલેન્ડમાં આતશબાજી સાથે નવા વર્ષની શરૂઆત

  • Published By : parth lakhtaria
  • Published Date : 2023-01-02 13:13:57
  • Views : 447
  • Modified Date : 2023-01-02 13:13:57

ભારત સહિત વિશ્વમાં નવા વર્ષ 2023ની ઉજવણીની શરૂઆત કરી દીધી છે. આતશબાજી સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડમાં સૌથી પહેલા નવા વર્ષે દસ્તક આપી હતી. નવા વર્ષના સ્વાગતમાં ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં આતશબાજી કરવામાં આવી હતી. વૈશ્વિક મહામારી કોરોના વાયરસના વધી રહેલા કેસને રોકવા માટે લોકો સાવચેતીભર્યા ઉત્સાહથી નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે.
એક અહેવાલ પ્રમાણે, વિશ્વમાં જેમ જેમ કોવિડના કેસ વધી રહ્યા છે, તેમ તેમ લોકો વધુ સાવચેતી રાખી રહ્યા છે. ન્યુઝીલેન્ડમાં 10માંથી 8 લોકો નવા વર્ષની ઉજવણી ઘરે જ કરવાનું વિચારી રહ્યા છે. માત્ર 4 ટકા નાગરિકોએ કહ્યું કે, તેઓ નવા વર્ષમાં મોટી પાર્ટીઓ અને સમુદાયના મેળાવડામાં હાજરી આપશે. 79 ટકા લોકો ઘરમાં જ રહે તેવી શક્યતા છે. તેઓ કાં તો પરિવાર સાથે નવું વર્ષ ઉજવશે અથવા તો બિલકુલ ઉજવણી નહીં કરે.

સામાજિક સમુદાય જોડાણ પ્લેટફોર્મ લોકલ સર્કલ અનુસાર, જ્યારે 12 ટકા લોકોએ ઉજવણી કરવા માટે મિત્રોને ઘરે જવાની યોજના બનાવી છે, ત્યારે 5% લોકોએ કોવિડના વધતા જોખમને ધ્યાનમાં રાખીને સામાજિક અંતર રાખવાનું નક્કી કર્યું છે.

તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં સૌથી પહેલા નવુ વર્ષ ન્યુઝીલેન્ડમાં નહીં પણ કીરીબાતીમાં થાય છે. આખી દુનિયા આજે વર્ષ 2022નો છેલ્લો સૂર્યાસ્ત જોઈ રહી છે. ત્યારે ન્યુઝીલેન્ડ સહિતના દેશોમાં નવા વર્ષની તૈયારી શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં થઈ રહેલી નવા વર્ષ 2023ની ઊજવણીના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં વાયરલ થઈ રહ્યા છે.

Download Our B K News Today App



Related News