ઓમિક્રોનના નવા વેરિયન્ટની અમદાવાદમાં એન્ટ્રી ! દેશમાં સૌથી પહેલો કેસ ગુજરાતમાં નોંધાતા તંત્રમાં ખળભળાટ

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-19 12:57:12
  • Views : 225
  • Modified Date : 2022-10-19 12:57:12

    અમદાવાદમાં (Ahmedabad) ડ્રાઈવ-ઈન રોડ પાસે રહેતા 60 વર્ષીય વૃદ્ધમાં આકોરોના વાયરસ (Corona variant) જોવા મળ્યો હતો.આ દર્દીને (patient) દાખલ કરવાની જરૂર પડી નહોતી. તો દર્દીની કોઈ વિદેશી હિસ્ટ્રી પણ નહોતી.કોરોના ઓમિક્રોનના (Omicron) નવા વેરિયન્ટ BF.7નો પ્રથમ કેસ દેશમાં સૌથી પહેલા અમદાવાદમાં નોંધાયો છે. જેને લઈ આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયો છે. ડૉક્ટરોના મતે, ઓમિક્રોન વાઈરસનો આ નવો સ્ટ્રેન અત્યંત ચેપી છે. અમદાવાદમાં (Ahmedabad) ડ્રાઈવ-ઈન રોડ પાસે રહેતા 60 વર્ષીય વૃદ્ધમાં આકોરોના વાયરસ (Corona variant) જોવા મળ્યો હતો.આ દર્દીને (patient) દાખલ કરવાની જરૂર પડી નહોતી. તો દર્દીની કોઈ વિદેશી હિસ્ટ્રી પણ નહોતી.સાવચેતીના ભાગરૂપે કોર્પોરેશને (Amc)  દર્દીના પરિવાર અને કોન્ટેક્ટમાં આવેલા 10થી વધુ લોકોની ચિહ્નો આધારિત તપાસ કરી હતી. 15 જુલાઈએ દર્દીના સેમ્પલ ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં તપાસ માટે મોકલાયા હતા. લેબોરેટરીમાં દર્દીના સેમ્પલનું જિનોમ સિક્વન્સિંગ (Genome sequencing) કરાયું હતું. જિનોમ સિક્વન્સિંગમાં વાયરસનો સ્ટ્રેન BF.7 હોવાની કોર્પોરેશનને જાણ કરાઈ હતી. આરોગ્યની ટીમે દર્દીના પરિવાર અને તેમના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ કરી હતી પરંતુ તેમનામાં કોઈ લક્ષણો જોવા નહોતા મળ્યા.  BF.7 વેરિયન્ટ ઓફ કન્સર્ન કેસ ચાઈના ઉપરાંત 4 દેશોમાં જોવા મળ્યા છે. જેમાં યુ.કે., જર્મની, ફ્રાન્સ, યુએસ અને હવે ભારતનો સમાવેશ થયો છે.

 

Download Our B K News Today App



Related News