નવી ફિલ્મ રિલીઝ થઈ નથી અને રાત્રિ કર્ફ્યૂ વિલન બન્યો, 90 ટકા સિનેમા ઘર હજુ બંધ, 15 દિવસમાં નવી ફિલ્મ આવે તો ખોલવાની વિચારણા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-01 13:31:46
  • Views : 229
  • Modified Date : 2021-02-01 13:31:46

    રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સદંતર ઘટાડો આવી રહ્યો છે. કોરોના મહામારીના કારણે ગત 16મી માર્ચથી સિનેમાઘર અને મલ્ટિપ્લેક્સ બંધ કરવામાં આવ્યાં હતાં. ત્યારે કેન્દ્રની ગાઈડલાઈન મુજબ 50 ટકાની મર્યાદિત સંખ્યામાં ખોલવાની છૂટ આપી હતી. ત્યારે આજથી સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા સિનેમાઘર તેમજ મલ્ટિપ્લેક્સ 100 ટકા ગ્રાહકોની સંખ્યામાં ખોલવાની છૂટ આપી છે. જેમાં જાણવા મળ્યું છે કે, સિનેમાઘર તેમજ મલ્ટિપ્લેક્સધારકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. પરંતુ રાજકોટમાં 90 ટકા સિનેમા ઘર હજુ બંધ છે. 15 દિવસમાં નવી ફિલ્મ આવે તો ખોલવાની વિચારણા સિનેમાઘરના માલિકો કરી રહ્યાં છે.લોકડાઉનના કારણે નવી ફિલ્મો આવી નથી.

    બીજુ કે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા 50 ટકા પ્રેક્ષકો સાથે સિનેમા ઘર ખોલવાની છૂટ આપવામાં આવી ત્યારે પ્રેક્ષકોના અભાવના કારણે મોટાભાગના સિનેમાના શો રદ કરવા પડ્યા હતા. કોરોના મહામારીમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગો તથા સંસ્થાઓ માટે જુદા જુદા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ સરકારે હજુ સુધી અમારા સિનેમા ઉદ્યોગને કોઈ પણ જાતનું રાહત પેકેજ આપ્યું નથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અમારા ઉદ્યોગને તાત્કાલિક અસરથી રાહત પેકેજ આપવું જોઈએ.

    અજય બગડાઈએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારની છૂટછાટ બાદ પણ સિનેમાઘર નહીં ખુલે તો 1 માર્ચથી સિનેમાઘર ખુલે તેવી શક્યતા છે. કારણ કે રાત્રિ કર્ફ્યુ અને ફિલ્મોનો અભાવ અત્યારે વિલન બન્યો છે. સિનેમાઘર ધારકો આવતા મહિનેથી સિનેમા ખોલશે. રાત્રિ કર્ફ્યુના કારણે નાઈટ શો ચલાવી શકાય તેમ નથી. આ સાથે જ આ એક વર્ષમાં રાજકોટ સિનેમા ઉદ્યોગોને 30 કરોડનું નુકસાન થયું છે. જ્યારે ગુજરાતમાં અંદાજિત 500 કરોડનું નુકસાન થયું છે.

    રાજકોટ શહેરમાં અત્યારે રિલાયન્સ મોલમાં એક જ મલ્ટીપ્લેક્ષ 50 ટકા પ્રેક્ષકો સાથે મર્યાદિત સંખ્યામાં શરૂ છે. કોસ્મોપ્લેક્સ અને ગેલેક્સી સહિતના સિનેમાઘર તેમજ મલ્ટિપ્લેક્સ 50 ટકા પ્રેક્ષકો સાથે ખોલવાની છૂટ આપ્યા બાદ પણ હજુ સુધી બંધ હાલતમાં છે.

    સૌરાષ્ટ્રની સૌથી જૂની ગેલેક્સી સિનેમાના સંચાલક રશ્મિભાઈએ જણાવ્યું હતું કે, હાલ કોઈ પણ મોટી તથા નવી ફિલ્મ મોટા પડદે રિલીઝ થવા જઇ રહી નથી. કારણ કે, સરકાર દ્વારા છૂટ આપવામાં આવી હોવા છતાં હાલ હજુ પણ એક વીક પુરતી સિનેમાઘર ખોલવાની કોઈ પણ જાતની વિચારણા નથી. છતાં કોઈ મોટી મૂવી આવશે તો વિચારીશું. 5 તારીખે મોટી નવું મૂવી આવે છે ત્યારે સિનેમાં ખોલવા માટે વિચાર કરી રહ્યાં છીએ.મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં આશરે 50 અને ગુજરાતમાં આશરે 175 જેટલા મલ્ટીપ્લેક્સ-થિયેટરો છે. ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો કોરોના મહામારીના કારણે સિનેમા ઉદ્યોગને 30 કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે. જ્યારે કે સમગ્ર ગુજરાતમાં 500 કરોડ રૂપિયાનો અંદાજિત ફટકો પડ્યાનું હોદ્દેદારોનું અનુમાન છે. આઇનોકસ એક સિનેમા ચાલુ છે. પરંતુ તેમાં અનેક વખત બંધ કરવાનો પણ વારો આવ્યો છે અને ખૂબ જ ઓછી સંખ્યામાં સિનેમામાં દર્શકો જોવા મળતા હોય છે.




Download Our B K News Today App



Related News