ભીલડી સબ માર્કેટયાર્ડમાં નવી બાજરીની આવક શરૂ થઈ છે. જેમાં બાજરીનો ભાવ પ્રતિમણ ભાવ ૨૭૦થી ૨૮૦ રૂપિયા સુધી રહ્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-01 12:26:41
  • Views : 337
  • Modified Date : 2021-06-01 12:26:41

     ભીલડી પંથકના ગ્રામીણ વિસ્તારોમાં ઉનાળુ પાક લેવાની કામગીરી શરૂ થઈ છે ત્યારે અનાજ માર્કેટમાં પણ જણસી ની આવક જોવા મળી રહી છે જેમાં બાજરી ની નોંધપાત્ર આવક થઈ રહી છે તાલુકામાં ૨૭૧૩૫ હેક્ટરમાં વાવેતર થયેલ બાજરીનો પાક તૈયાર થઇ જતા કાપણી ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તેની સાથે માર્કેટયાર્ડમાં પણ નવી બાજરી આવક શરૂ થઇ ગઇ છે ભીલડી ખાતે આવેલ સબ માર્કેટયાર્ડ માં સોમવાર રોજ ૬૮૫ બોરી બાજરી ની આવક જોવા મળી હતી બજાર સમિતિના સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે હજુ આગામી દિવસોમા બાજરી ની નોંધપાત્ર આવક  જોવા મળશે.

 

 

Download Our B K News Today App



Related News