ડીસાના વાસણા ગામે નવીન ગ્રામપંચાયત અને આંગણવાડીનું ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાના હસ્તે ઉદ્ઘાટન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-26 12:09:44
  • Views : 255
  • Modified Date : 2022-02-26 12:09:44

ડીસાના વાસણા ગામે નવીન ગ્રામપંચાયત અને આંગણવાડીનું ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાના હસ્તે ઉદ્ઘાટન કરાયું

 

 

ડીસા તાલુકાના વાસણા ગામે નવી બનેલી આંગણવાડીનું ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ના હસ્તે રિબીન કાપી કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આંગણવાડી બહેનો હાજર રહ્યા હતા.

 

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારમાં વિકાસ થાય તે માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ખાસ કરીને વાત કરવામાં આવે તો મોટાભાગે ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો વસવાટ કરતા હોય છે જેના કારણે સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં તમામ સવલતો મળી રહે તે માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાના વાસણા ગામે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ના હસ્તે રિબીન કાપી નવી આંગણવાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું છેલ્લા ઘણા સમયથી વાસણા ગામમાં આંગણવાડી માટે સ્થાનિક લોકો અને ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે આજે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી નવીન 6 લાખની આંગણવાડીનું ધારાસભ્ય શશીકાંત પંડયા ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આજે યોજાયેલા આ ઉદઘાટન કાર્યક્રમમાં વાસણા ગામના લોકો તેમજ આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 

ડીસા તાલુકાના વાસણા ગામે નવીન ગ્રામ પંચાયતનું ધારાસભ્ય શશીકાંત પંડયા ના હસ્તે ઉદઘાટન કરાયું

 

ડીસા તાલુકાના વાસણા ગામે નવીન ગ્રામ પંચાયતનું ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 

દરેક ગામની શોભા તેના રસ્તા લાઈટ અને સ્વચ્છતા ના આધારે હોય છે જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ વિસ્તારના લોકોને તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોને સારા રસ્તાઓ લાઈટ અને પાણી સમયસર મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ ગ્રાન્ટો થકી તેમની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે આ તમામ સુવિધાઓ પુરી પાડવા માટે ગ્રામ પંચાયત ની જરૂર હોય છે ત્યારે તાજેતરમાં ડીસા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં મોટા ભાગે તમામ ગામમાં નવા સરપંચ ચૂંટાઈ આવ્યા છે ત્યારે હવે વિકાસના કામોની શરૂઆત થતાની સાથે જ ડીસા તાલુકાના વાસણા ગામે નવીન ગ્રામ પંચાયતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા વાસણા ગામ માં બનેલ નવીન ગ્રામપંચાયતનું રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ ગ્રામપંચાયત ઉદ્ઘાટન પસંગે સરપંચ સહિત ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

Download Our B K News Today App



Related News