સરહદી માવસરી ગ્રામજનો દ્વારા ગાયો માટે દાનની સરવાણી, નવીન ગૌશાળાનું ભૂમિપૂજન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-04 11:03:24
  • Views : 1071
  • Modified Date : 2019-04-04 11:03:24

સરહદી વાવ તાલુકો રણની કાંધીએ આવેલ માવસરી ગામની શ્રી લખીરામ ગૌશાળામાં આશરે ૨૫૦ ગાયોની સેવા કરવામાં આવી રહી છે. ત્યારે માવસરી ગામની રખડતી ભટકતી ગાયો માટે ગામના યુવાનોએ ભગીરથ કાર્ય કરી રહ્યાં છે. સરહદી વિસ્તારમાં વર્ષ ૨૦૧૫માં ભયંકર પુર, ૨૦૧૭માં પુર અને વર્ષ ૨૦૧૮માં વરસાદ નહિ પડવાથી ભયંકર દુષ્કાળના ડાકલા વચ્ચે મુંગા પશુઓની હાલત અત્યંત દયનિય બની છે. ત્યારે વાવ તાલુકાના સરહદી રણ વિસ્તારને અડીને આવેલા માવસરી ગામના મહંત
રાણપુરીબાપુના આશીર્વચનથી અને સમસ્ત માવસરી ગ્રામજનો અને યુવાનો દ્વારા અશક્ત,માંદી અને રખડતી ગાયોને ઘાસ,
પીવાનું પાણી અને છાંયડો મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
સરહદી વિસ્તારમાં પશુધન પીવાના પાણી અને ઘાસચારાનાં અભાવે મોતના મુખમાં ધકેલાઈ રહ્યું છે. ત્યારે વહીવહી તંત્ર દ્વારા પણ પૂરતી કામગીરીનો અભાવ વર્તાઈ રહ્યો છે. ત્યારે ગ્રામજનો અને સ્થાનિક યુવાનો દ્વારા સરહદી રણની કાંધી પર આવેલ માવસરી ગામમાં ગૌશાળા મીઠી વીરડી સમાન બની છે.આ પ્રસંગે પ.પૂ.
રાણપુરી બાપુ, પ્રકાશભાઈ વ્યાસ (ડે.સરપંચ માવસરી અને વાવ તાલુકા યુવા ઉપપ્રમુખ, ભાજપ), નરપતભાઈ પટેલ (ગ્રા.સભ્ય માવસરી), કરશનભાઈ પંચાલ,પી.ડી.
પટેલ, ગંગારામભાઈ વ્યાસ, રણછોડભાઈ પટેલ (આચાર્ય) સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો આ ભાગીરથ કાર્યમાં ઉપસ્થિત રહ્યાં હતાં.


Download Our B K News Today App



Related News