દારુ પીને 6 લોકોને અડફેટે લેનારા સાજન પટેલના કેસમાં નવો ખુલાસો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-04 16:57:49
  • Views : 174
  • Modified Date : 2023-08-04 16:57:49

 સુરતના કાપોદ્રામાં દારુ પીને સાજન પટેલ નામના વ્યક્તિએ અકસ્માત સર્જ્યો હતો. સ્નેહ મુદ્રા સોસાયટી નજીક તેણે અનેક વાહનચાલકોને અડફેટે લીધા હતા. જો કે આ કેસમાં હવે એક નવો જ ખુલાસો થયો છે. સુરતના કાપોદ્રામાં થયેલા અકસ્માતમાં સામે આવ્યુ છે કે સાજન પટેલ પાસે કાર ચલાવવાનું લાયસન્સ જ નથી. ત્યારે હવે પોલીસે કોર્ટમાંથી પરવાનગી લઈ મોટર વ્હીકલ કલમનો ઉમેરો કર્યો છે. આ કેસમાં મોટર વ્હીકલ એક્ટ 181ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.સુરતના કપોદ્રામાં મોડી રાત્રે નશામાં ધૂત કાર ચાલકે આંતક મચાવ્યો હતો. સાજન પટેલે દારુ પીને કાર ચલાવી હતી અને 6 લોકોને અડફેટે લીધા હતા. જે પછી પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી ધરપકડ કરાયા બાદ આરોપી સાજનનું પોલીસે સરઘસ કાઢ્યું હતુ. ઘટનાસ્થળે આરોપીને સાથે રાખીને રિ-કન્સ્ટ્રક્શન કરાયું હતુ.

Download Our B K News Today App



Related News