થરાદ ખાતે સુવર્ણકાર (સોની) એસોસિયેશન દ્વારા ભગવાન જગન્નાથ,ભાઇ બળદેવ અને બહેન સુભદ્રાજી ની નવિન મૃર્તિ થરાદ રામજી મંદીર ખાતે અર્પણ કરાઇ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-20 11:13:41
  • Views : 222
  • Modified Date : 2022-06-20 11:13:41


થરાદ ખાતે ભગવાન જગન્નાથ.ભાઇ બળદેવ અને‌ બહેન સુભદ્રાજી નવિન ત્રણ મૃર્તિઓ ની ચલ પ્રતિષ્ઠા યોજાઇ હતી

થરાદ ખાતે ભગવાન જગન્નાથજી,ભાઇ બળદેવ અને‌ બહેન સુભદ્રાજી જેમની ચલ પ્રતિષ્ઠા ને લઇ થરાદ ના બળિયા હનુમાનજી મંદીર થી ભવ્ય શોભાયાત્રા મેઇન બજાર થઈ  ઢોલ નગારા વાજતે ગાજતે સામૈયા કરી અને ફટાકડા ફોડી.અને નવા રામજી મંદીર પહોંચી. ત્યાં વચ્ચે વિવિધ માર્ગ પર ફુલ-હાર થી ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને નવા રામજી મંદિર પહોંચ્યા બાદ ભગવાન નો યજ્ઞ યોજાયો હતો તેમજ ભવ્ય આરતી કરાઇ ભગવાન જગન્નાથના યજ્ઞ ના યજમાન સુરેશભાઈ સોની અને તેમના ધર્મપત્ની રહ્યા હતાછેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ને લઇ ભગવાન જગન્નાથજી ની શોભાયાત્રા મોકુફ રહી હતી આ વર્ષે કોરોના મહામારી બાદ શાસ્ત્રી પ્રદિપ સહીત પંડીતો દ્વારા ભગવાન જગન્નાથજી નો યજ્ઞ કરવામાં આવ્યો હતો યજ્ઞ બાદ નવા રામજી મંદિર ખાતે કરાઇ પધરામણી.જેમા થરાદ સોની સમાજ ના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભગવાન જગન્નાથને ચલ પ્રતિષ્ઠાને શોભાયાત્રામાં થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત થરાદ નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ.રાજપુત. પી આઈ જે .બી ચૌધરી. શ્રી.રામ સેવા સમિતિના સભ્યો.. થરાદના સુવર્ણકાર (સોની) એસોસિયેશન પ્રમુખ પ્રકાશભાઇ સોની. સહિતના અન્ય સમાજના આગેવાનો અને સોની સમાજના અગ્રણીઓ યુવકો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Download Our B K News Today App



Related News