જસ્ટિસ વિક્રમ નાથની ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-09 13:18:08
  • Views : 628
  • Modified Date : 2019-09-09 13:18:08

જસ્ટિસ વિક્રમ નાથને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરાયા છે. કેન્દ્રિય કાયદા મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી હતી. સુપ્રીમ કોર્ટના કોલેજિયમે 22 ઓગસ્ટના રોજ વિક્રમ નાથના નામનું સૂચન કર્યું હતું. આ પહેલા કેન્દ્ર સરકારે એપ્રિલમાં જસ્ટિસ નાથને આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ નિયુક્ત કરવાનું કોલેજિયમનું સૂચન ફગાવી દીધું હતું. જસ્ટિસ નાથ હાલ અલ્લાહાબાદ હાઈકોર્ટમાં જસ્ટિસ છે. ગુજરાત હાઈકોર્ટમાં ગયા વર્ષના નવેમ્બરથી કાયમી ચીફ જસ્ટિસ નથી. જસ્ટિસ અનંત સુરેન્દ્રરાય દવે 14 નવેમ્બર, 2018થી કાર્યવાહક ચીફ જસ્ટિસ તરીકે કામ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News