બનાસબેંકના નવા નિયામક મંડળે સર્વાનુમતે ચેરમેન અને વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી કરાઇ : શુભેચ્છકોએ મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-18 12:45:03
  • Views : 295
  • Modified Date : 2021-12-18 12:45:03

બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી બેંક માટે આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ. પાલનપુર પ્રાંત કચેરી ખાતે યોજાયેલી ચૂંટણીમાં કાંકરેજ બેઠક પરથી ડિરેક્ટર અણદાભાઇ પટેલ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી. જયારે ભાભર બેઠકના ડિરેક્ટર પીરાજી ઠાકોરને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ બાદ નાયબ ચૂંટણી અધિકારી શિવરાજ ગિલવાએ બંને ઉમેદવારો સામે કોઈપણ હરીફ ઉમેદવાર આવતા બંનેને ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ નિયુક્તિ કરી હતી.જિલ્લાની સૌથી મોટી સહકારી બેંકમાં પટેલની બિનહરીફ ચેરમેન તરીકે ચૂંટણી વરણી થતા તેઓએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. અણદાભાઈ પટેલ છેલ્લા ૧૯ વર્ષથી બનાસ બેંક માં ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. હવે જ્યારે તેમને ચેરમેન તરીકે નિયુક્ત થતાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા તેમજ ખેડૂતોને સરળતાથી ધિરાણ મળી રહે તે માટે તેઓ કાર્યરત રહેશે. જ્યારે બીજી તરફ વાઇસ ચેરમેન તરીકે પીરાજી ઠાકોર ની વરણી કરવામાં આવતા ઠાકોર સમાજમાં પણ ઉત્સાહની લાગણી છવાઇ છે. જિલ્લાની સૌથી મોટી સહકારી બેંકમાં સૌપ્રથમવાર ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ મળતા ઠાકોર સમાજ ખુશી અનુભવી રહ્યો છે.

 

જીલ્લા ની સૌથી મોટી બેંકમાં ભાજપે ચૌધરી અને ઠાકોર સમાજનું સંકલન કર્યું છે. જે સંકલન આગામી સમયની ચૂંટણીમાં ભાજપ માટે આશીર્વાદ સમાન બનશે.

Download Our B K News Today App



Related News