બનાસકાંઠાનું હિર નેશનલ કક્ષાએ ઝળક્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-25 12:06:05
  • Views : 570
  • Modified Date : 2019-11-25 12:06:05

ન્યુ દિલ્હી ખાતે તા.૧પ અને ૧૬ નવેમ્બર દરમિયાન પી.એચ.ડી હાઉસમાં એસોસિએસન ઓફ પ્રાઈવેટ ડીટેક્ટીવ એન્ડ ઈન્વેસ્ટીગેટર્સ ઈન્ડિયા અને સેન્ટ્રલ એસોસિએસન ઓફ પ્રાઈવેટ સીક્યોરિટી ઈન્ડટ્રીની વાર્ષિક સભા યોજાઈ હતી. જેમાં એ.
પી.ડી.આઈ. અને  સી.એ.
પી.એસ.આઈ.ના ચેરમેન કુંવર વિક્રમસિંહ, સંતોષકુમાર ગંગવાન (મિનીસ્ટર ઓફ લેબર એન્ડ એપ્લોયમેન્ટ), જી. કિશન રેડ્ડી (હોનેબલ મિનીસ્ટર ઓફ હોમ અફેર્સ ઓફ ઈન્ડિયા), જનરલ વી.કે. સિંગ (મિનીસ્ટર ઓફ સ્ટેટ ફોર રોડ ટ્રાન્સર્પોટ એન્ડ  હાઈવે), શીવરાજ પાટીલ (ફોર્મર ગવર્નર ઓફ પંજાબ એન્ડ હોમ મિનીસ્ટર) તથા ડેન રૂસુ (પ્રેસિડન્ટ ઓફ વર્લ્ડ એસોસિએસન ઓફ ડીટેક્ટીવ ફ્રોમ રોમાનીયા) હાજર રહ્યા હતા.  આ સભામાં જેઓએ પ્રાઈવેટ ડીટેક્ટીવ્સ તરીકે
ઈન્ડિયા લેવલ પર સારૂ કામ કરેલ તેમને એવોર્ડ આપીને સન્માનિત કરાયા હતા. જેમાં ઈન્વેસ્ટીગેસન ઓફ ધ યર અવોર્ડ-ર૦૧૯ દિલ્હીના
રાજીવકુમાર (સી.ઈ.ઓ. ઓફ ધ સીટી ઈન્ટેલીઝન્સ
કંપની) અને ઈન્વેસ્ટીગેશન એન્ટરપ્રિનીયર ઓફ ધ યર એવોર્ડ - ર૦૧૯, ડીટેક્ટીવ અભીષેક રામીને   સન્માનિત કરવામાં આવ્યા હતા. જે  મૂળ ડીસાના વતની છે અને આ ક્ષેત્રમાં  ખુબ જ બહોળી પ્રસિદ્ધિ મેળવીને ડીસા તેમજ સમગ્ર ગુજરાતનું નામ
આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજ્જવળ કર્યુ છે. ડીટેક્ટીવ અભિષેક રામીને  (એમ.ડી ઓફ ધ સ્નુપ્સ ડીટેક્ટીવ્સ ઈન્ડિયા એલ.એલ.પી.) ને જી. કિશન રેડ્ડીના હાથે આ એવોર્ડ સુપ્રત કરાયો હતો. ડિટેક્ટીવ અભિષેક રામીએ બહુ નાની વયે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતના ઘણાં બધા રાજ્યમાં પ્રાઈવેટ ડીટેક્ટીવ ક્ષેત્રે ઘણાં સારા કેસ સોલ્વ કર્યા છે. જે પૈકી એક વીસ વર્ષથી ગુમ થયેલ વ્યક્તિને ભારે મહેનત અને એક અલગ સુજબૂજ સાથે આ વ્યક્તિને કેરાલામાંથી શોધી કાઢવાનો અતિ મહત્વનો અને મુશ્કેલ કેસ સંપન્ન કરવા બદલ તેમને  આ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. જે સમગ્ર ગુજરાત તેમજ બનાસકાંઠાને ગૌરવ આપતી બાબત છે. આ ઉપરાંત અભિષેક રામી વર્લ્ડ એસોસિએશન ઓફ
ડિટેકટીવ્સ જે યુ.એસ.એ. નું સંગઠન છે અને છેલ્લાં ૯૪ વર્ષથી આખી દુનિયામાં કાર્યરત છે. જેમાં દુનિયાભરના ખ્યાતનામ ડિટેકટીવ્સ આ સંગઠનના મેમ્બર છે અને આ સંગઠનની વાર્ષિક સભામાં આ ડિટેકટીવ્સ હાજર રહેતા હોય છે. જેમાં અભિષેક રામી છેલ્લાં ૪ વર્ષથી એક્ટિવ મેમ્બર તરીકે પણ ફરજ બજાવે છે. જે અનુસંધાને આ વર્ષે સંગઠનની વાર્ષિક સભા જે યુરોપમાં સ્વીડન દેશના સ્ટોકહોમ સીટીમાં યોજાઇ હતી તેમાં પણ હાજર રહીને વિદેશી
ડિટેકટીવ્સ સાથે સંપર્કમાં આવીને જેમ વિદેશી ડિટેકટીવ્સ કામ કરે છે તેવી અદ્યતન ટેકનોલોજી સાથે કામ કારનાર ગુજરાતના સૌપ્રથમ પ્રાઈવેટ ડિટેકટીવ્સ બન્યા છે, જે યુવાનો માટે પ્રેરણારૂપ છે.

Download Our B K News Today App



Related News