JCBનાં ભારેખમ પાવડાનાં ફટકા મારીને ભત્રીજા દ્વારા સગ્ગા કાકાની ક્રૂરતાથી હત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-17 11:59:51
  • Views : 26
  • Modified Date : 2025-04-17 11:59:51

જામ ખંભાળિયા, : કલ્યાણપુરના ગાગા ગામે કૌટુબિક કલેશમાં જેસીબીનાં ભારેખમ ૫ાવડાનાં ફટકા મારીને ભત્રીજા દ્વારા સગ્ગા કાકાની ક્રૂરતાથી હત્યા કરી નાખી હતી. દોઢ-બે વર્ષથી ઘર પાસેનાં ઉકરડાં બાબતે બન્ને પરિવાર વચ્ચે ચાલતા મનદુઃખમાં માતાને કાકાએ માર માર્યાનું ભત્રીજાએ વેર વાળતા કૌટુબિક કલેશનો કરૂણ અંજામ આવ્યો હતો. વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે રહેતા દેવરાજભાઈ કાનજીભાઈ પરમારને પાડોશમાં જ રહેતા રહેતા સગ્ગા ભત્રીજા ધર્મેન્દ્ર ઉર્ફે ધરમશી ગોરધનભાઈ પરમાર (ઉં.૩૦) સાથે છેલ્લા દોઢ-બે વર્ષથી ઘર પાસેનાં ઉકરડા બાબતે મનદુખ ચાલ્યું આવતું હતું. આ પરિસ્થિતિમાં દેવરાજભાઈએ થોડા સમય પૂર્વે પોતાનાં ભાભી એટલે કે, ભત્રીજા ધર્મેન્દ્ર ઉર્ફે ધરમશીની માતા મણીબેનને માર માર્યો હતો. આ બાબતનું મન દુઃખ રાખીને ભત્રીજા ધરમશી પરમારે ગત તારીખ ૧૩ એપ્રિલના રોજ વહેલી સવારના સમયે કાકા દેવરાજભાઈને જેસીબી મશીનનાં વજનદાર પાવડા વડે આડેધડ ફટકા મારીને ગંભીર રીતે ઘાયલ કરી નાખ્યા હતા. આટલું જ નહીં, ઘાતકી હુમલા સમયે દોડી આવેલા બીજા કાકા ખીમાભાઈ પરમાર અને કાકી સવિતાબેનને પણ બીભત્સ ગાળો કાઢીને 'બાજુમાં આવશો તો તમારી ઉપર પણ પાવડો ફેરવીને મારી નાખીશ..' એવી ધમકી આપી હતી. 

Download Our B K News Today App



Related News