શહેરાના સંભાલી ગામમાં 'લાકડા કાપતો નથી અને ખાવુ છે' તેવો ઠપકો આપતા ભત્રીજાએ નિદ્રાધીન કાકા-કાકીની કૂહાડીના ઘા મારીને ઘાતકી હત્યા કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-04 13:19:41
  • Views : 276
  • Modified Date : 2021-04-04 13:19:41

    પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સંભાલી ગામમાં ભત્રીજાએ નિદ્રાધીન કાકા અને કાકીની હત્યા કરતા ચકચાર મચી ગઇ છે.ખાવાનું બનાવવા માટે લાકડા ન કાપતો હોવાથી લાકડા કાપવા નથી અને ખાવું છે, તેવો કાકાએ ઠપકો આપતા મનમાં લાગી આવતા ભત્રીજાએ કાકા અને કાકીનું ઢીમ ઢાળી દીધું હતું.ઘટનાની જાણ થતાં જ શહેરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


    પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સંભાલી ગામના નાયક ફળિયામાં રહેતા પતિ નાયક અર્જુનભાઇ સોમાભાઈ(ઉ.42 ) નાયક અને પત્ની રાધાબેન અર્જુનભાઇ (ઉ.38) શનિવારે રાત્રીના સમયે કૂહાડીના ઘા મારી નિદ્રાધીન ચીર નિદ્રામાં હત્યા થઈ હતી. રાત્રિના અરસામા સુઇ રહેલા કાકા અને કાકીની ભત્રીજા નાયક જયંતીભાઈ પ્રતાપભાઈએ નિર્મમ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. લાકડા કાપવા નથી અને ખાવું છે, તેવો કાકાએ ઠપકો આપતા મનમાં લાગી આવતા કાકા અને કાકીની હત્યા કરી હતી.

    ઘટનાની જાણ થતાં જ શહેરા પોલીસ સ્થળ પર દોડી ગઇ છે અને પતિ-પત્નીના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા છે અને હત્યા પાછળનું કારણ જાણવાની દિશામાં પણ તપાસ શરૂ કરી છે.આરોપી યુવકને સ્થાનિક લોકોએ પકડી લીધો છે અને પોલીસને સોંપ્યો હતો. જોકે યુવક બેભાન અવસ્થામાં હોવાથી તેને સારવાર આપવામાં આવી રહી છે.



Download Our B K News Today App



Related News