4 ભારતીયો સહિત 22 મુસાફરો સાથે નેપાળની તારા એરલાઇન્સનું વિમાન ગાયબ થઈ ગયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-29 12:33:28
  • Views : 471
  • Modified Date : 2022-05-29 12:33:28


4 ભારતીયો સહિત 22 મુસાફરો સાથે નેપાળની તારા એરલાઇન્સનું વિમાન ગાયબ થઈ ગયું


ભારતના પાડોશી દેશ નેપાળમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 22 પેસેન્જરો લઈ જઈ રહેલા અને  પોખરાથી અહીં જોમસોમ જઈ રહેલી તારા એરલાઈન્સની 9 NAETનો સંપર્ક તૂટી ગયો છે. મળતી માહિતી મુજબ, આ વિમાને સવારે 9.55 કલાકે ઉડાન ભરી હતી. ત્યાર બાદ તેની કોઈ ભાળ મળી નથી. 


ગુમ થયેલા વિમાનમાં 4 ભારતીય, 3 જાપાની અને બાકીના નેપાળી નાગરિકો હતા. ડબલ એન્જિનવાળા વિમાનમાં ક્રૂ સહિત કુલ 22 મુસાફરો હતા.


ધૌલાગીરી પર્વત પરથી વળ્યા બાદ સંપર્ક તૂટી ગયો 
મુખ્ય જિલ્લા અધિકારી નેત્ર પ્રસાદ શર્માએ એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, વિમાનને મુસ્તાંગ જિલ્લામાં જોમસોમના આકાશ પર જોવામાં આવ્યું હતું અને પછી તેને ધૌલાગિરી પર્વત તરફ વાળવામાં આવ્યું હતું, ત્યારબાદ તેનો સંપર્ક તૂટી ગયો હતો.


આ મામલે જિલ્લા પોલીસ કાર્યાલય મુસ્તાંગના ડીએસપી રામ કુમાર દાનીએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે અમે સર્ચ ઓપરેશન માટે વિસ્તારમાં હેલિકોપ્ટર તૈનાત કરી રહ્યા છીએ.


ગૃહ મંત્રાલયે એક્શન લેવાનું શરૂ કર્યું 
ગૃહ મંત્રાલયે ગુમ થયેલા વિમાનની શોધ માટે મુસ્તાંગ અને પોખરાથી બે ખાનગી હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. નેપાળ આર્મીના હેલિકોપ્ટરને પણ શોધ માટે તૈનાત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે એવું ગૃહ મંત્રાલયના પ્રવક્તા ફડીન્દ્ર મણિ પોખરેલે કહ્યું હતું. 


વિમાનની શોધ માટે બે હેલિકોપ્ટર તૈનાત 
નેપાળી ગૃહ મંત્રાલયના પ્રવક્તા ફદિન્દ્ર મણિ પોખરેલે જણાવ્યું હતું કે ગુમ થયેલા વિમાનની શોધ માટે મુસ્તાંગ અને પોખરામાં બે ખાનગી હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. શોધ માટે નેપાળ આર્મીના હેલિકોપ્ટરને પણ તૈનાત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.


Download Our B K News Today App



Related News