પાડોશીએ જ કરી પાડોશીના 12 વર્ષીય બાળકીની હત્યા, પરિવારમાં શોગનો માહોલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-20 17:46:52
  • Views : 417
  • Modified Date : 2024-03-20 17:46:52

જામનગરના બેડીમાં રાજપાર્ક વિસ્તારમાં જ્યાં એક પરિવાર સાથે વર્ષોથી સારો સંબંધ ધરાવતા પાડોશીએ જ 12 વર્ષીય બાળકીની હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવી છે. જો ઘટનાની વિસ્તારપૂર્વક વાત કરીએ તો, બેડીના રાજપાર્કમાં રહેતા ટ્રક ડ્રાઇવર રાજેશ કારાવદરાની 12 વર્ષીય દીકરીની હત્યા થઇ ગઇ અને હત્યા કરનાર તેમનો જ મિત્ર કૈલાશ પંડ્યા હોવાનું સામે આવ્યું છે.12 વર્ષીય બાળકી આરોપી કૈલાશની મદદ માટે ઘરમાં સાફ-સફાઇ કરવા ગઇ હતી. ત્યારે તેણે છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાંખી. મહત્વનું છે, બાળકીના પિતા રાજેશ કારાવદરાએ કૈલાશ પંડ્યાની મદદ માટે પોતાના પાડોશમાં ભાડે ઘર અપાવ્યું હતું. ભોજન પણ પોતાના ઘરે જ જમાડતા હતા. જો કે થોડા સમય બાદ કૈલાશ પંડ્યાનું વર્તન સારૂં ન લાગતા રાજેશ કારાવદરાએ ઘરે આવવાની ના પાડી હતી.ભોજનનું ટિફિન આરોપી કૈલાશના ઘરે જ મોકલાવી દેતા અને ભોજનના પૈસા પણ નહોતા લેતા. કદાચ ઘરે આવવાની ના પાડી હોવાથી આરોપીએ ઉશ્કેરાઇને બાળકીની હત્યા કરી નાંખી તેવા આક્ષેપ લાગ્યા છે. જો કે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બાળકીના મોત બાદથી જ પરિવાજનોમાં શોક અને ભારે આક્રોશ છે. ત્યારે, પરિજનોએ આરોપી કૈલાશ પંડ્યાની ધરપકડ કરીને કાર્યવાહી કરવા માગ કરી છે.

Download Our B K News Today App



Related News