NEET-PGની પરીક્ષા મોકૂફ નહીં રખાય, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવતાં કહ્યું- આમ કરવું વિદ્યાર્થીઓના હિતની વિરુદ્ધ છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-13 12:57:37
  • Views : 256
  • Modified Date : 2022-05-13 12:57:37


NEET PG પરીક્ષાને સ્થગિત કરવાની માંગને સુપ્રીમ કોર્ટે ફગાવી 

સુપ્રીમ કોર્ટે કહ્યું- આમ કરવું વિદ્યાર્થીઓના હિતની વિરુદ્ધ છે

IMA કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીને પત્ર લખીને તારીખો રી- શેડ્યૂલ કરવા  કરી હતી વિનંતી  

 

NEET PG પરીક્ષાને સ્થગિત કરવાની માંગને સુપ્રીમ કોર્ટે ફગાવી 

સુપ્રીમ કોર્ટે 21 મેના રોજ યોજાનારી વર્ષની NEET PG પરીક્ષાને સ્થગિત કરવાની માંગને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે આમ કરવું પરીક્ષાની તૈયારી કરી રહેલા હજારો ડોકટરોના હિતની વિરુદ્ધ હશે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે 2021ની મેડિકલ પીજી એડમિશન પ્રક્રિયા હજુ ચાલી રહી છે. તેથી, 2022ની પરીક્ષા થોડા સમય માટે સ્થગિત કરવી જોઈએ.

 

IMAએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીને પત્ર લખીને તારીખો રી- શેડ્યૂલ કરવાની વિનંતી કરી હતી.  

ઉલ્લેખનીય છે કે, વર્ષે 21 મેના રોજ યોજાનારી NEET PG પરીક્ષા 2022ની તારીખોમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની માંગને કારણે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખીને NEET PGની પરીક્ષાની તારીખ ફરીથી શેડ્યૂલ કરવાની વિનંતી કરી હતી. 

 

જે બાદ એવી અટકળો શરૂ થઈ હતી કે, NEET PGની પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં બદલાશે

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, 21 મે, 2022ના રોજ યોજાનારી NEET પરીક્ષાને ફરીથી શેડ્યૂલ કરવામાં આવે. જે બાદ એવી અટકળો શરૂ થઈ હતી કે, NEET PGની પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં બદલાશે. જો કે, સુપ્રીમ કોર્ટે NEET PG પરીક્ષાને સ્થિગત કરવાની માંગને ફગાવી  દીધી હતી. 

 

Download Our B K News Today App



Related News