ડીસા તાલુકાના થેરવાડા ગામ પાસે એલસીબીની ટીમે પિછો કરતા દારૂ ભરેલી કાર સાથે ચાલકને ઝડપી લઇ દારૂ સહિત કુલ 4.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-07 12:05:59
  • Views : 334
  • Modified Date : 2022-08-07 12:05:59


ડીસા તાલુકાના થેરવાડા ગામ પાસે એલસીબીની ટીમે પિછો કરતા દારૂ ભરેલી કાર સાથે ચાલકને ઝડપી લઇ દારૂ સહિત કુલ 4.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને જિલ્લા એલસીબી ની ટીમે લાખ્ખો રૂપિયાનો દારૂ પકડી પાડી દારૂ લઈને આવનાર અને દારૂ ભરાવી આપનાર સહિત બે સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

ડીસા તાલુકાના પાંથાવાડા તરફથી થેરવાડા બાઈવાડા ગામ પાસેથી થઈ દારૂ ભરેલી સ્વીફ્ટ કાર પસાર થવા ની હોવાની બાતમી એલસીબી પોલીસને મળી હતી .જેથી પોલીસે વોચ ગોઠવતા બાતમી વાળી ગાડી આવતા પોલીસે ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો. પરંતુ ડ્રાઇવરે પુર ઝડપે કાર હંકારી ભાગવા જતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર રોડ સાઈડના ભાગમાં ઉતરી ગઈ હતી. તે સમયે અકસ્માત કરીને ભગવા જતા ચાલકને એલસીબી ની ટીમે પકડી લીધો હતો જે બાદ એલસીબીની ટીમે  કારમાં તપાસ કરતા દારૂની પેટીઓ મળી આવતા કાર સહિત કુલ 4.60 લાખ રૂપિયા નો મુદામાલ જપ્ત કર્યો છે જ્યારે કારચાલક જીગર નટુભાઈ કોનાણીની અટકાયત કરી હતી અને દારૂ ભરી આપનાર નમન ગોવિંદભાઈ પુરોહિત સહિત બે સામે ફરિયાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે . . . .

Download Our B K News Today App



Related News