દ્વારકા એરફોર્સ કોલોની પાસે એક શખ્સે પોતે આર્મીનો કેપ્ટન હોવાનું નકલી આઈ-કાર્ડ બતાવી અને ખોટી ઓળખ ઊભી કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-17 12:19:52
  • Views : 80
  • Modified Date : 2024-03-17 12:19:52

રાજ્યમાં કેટલીક વાર નકલી અધિકારીઓ ઝડપાતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના દ્વારકામાં બની છે.  દ્વારકા એરફોર્સ કોલોની પાસે એક શખ્સે પોતે આર્મીનો કેપ્ટન હોવાનું નકલી આઈ-કાર્ડ બતાવી અને ખોટી ઓળખ ઊભી કરી હતી. આ નકલી આર્મી જવાનની પોલીસે ધરપકડ કરી છે. પોતે આર્મીમાં હોવાનો કહીને ખોટી ઓળખ ઉભી કરી હતી.દ્વારકા તાલુકાના ભીમરાણા ગામે રહેતા મહેશે એરફોર્સ કોલોનીમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે સિક્યુરિટી ગાર્ડે તેમની પાસે ઓળખકાર્ડ માગતા આરોપીએ વિવિધ નકલી ઓળખ કાર્ડ રજૂ કર્યા હતા. પોલીસની તપાસમાં આ ઓળખકાર્ડ નકલી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News