દ્વારકાના ધડેચી ગામની સીમમાં પાણી વચ્ચે ફસાયેલા 9 લોકોને NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરીને બચાવવામાં આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-07-23 17:57:53
  • Views : 62
  • Modified Date : 2024-07-23 17:57:53

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઈ જવા પામ્યા છે. આ દરમિયાન દ્વારકાના ધડેચી ગામની સીમમાં પાણી વચ્ચે ફસાયેલા 9 લોકોને NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરીને બચાવવામાં આવ્યા હતા. બોટ દ્વારા NDRFની ટીમે તમામ ફસાયેલા લોકોને પાણીથી બહાર નિકાળ્યા હતા.દ્વારકાનો વર્તુ-2 ડેમ પણ પાણીની મોટી આવક થવાને લઈ જળસપાટી હવે ભયજનક સ્થિતિ નજીક પહોંચતા ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. વર્તુ-2 ડેમના બે દરવાજાને ખોલવામાં આવ્યા છે. નદી કાંઠાના વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદી વિસ્તારમાં સાવચેતી જાળવવા માટે પણ તંત્રએ નીચાણ વાળા ગામના લોકોને અપીલ કરી છે.

 

Download Our B K News Today App



Related News