નક્ષત્ર સાથે શરૂ થઈ રહી છે ચૈત્રી નવરાત્રિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-05 07:13:18
  • Views : 869
  • Modified Date : 2019-04-05 07:13:18

ચૈત્રી નવરાત્રિ ૬ એપ્રિલથી ૧૪ એપ્રિલ આધ્યાત્મિક ઉર્જા તથા અનુષ્ઠાન માટે શુભ માનવામાં આવે છે. દૈવી ઉપાસના માટે શ્રેષ્ઠ છે ભગવાન રામે નવરાત્રિની ઉપાસના કરી રાવણ પર વિજય પ્રાપ્ત કરી હતી. ગુડીપડવો તથા ઉગાદિ કહેવાય છે. - ૬ એપ્રિલ - ઘટસ્થાપન, ચંદ્રદર્શ

ભગવાન રામે નવરાત્રિની ઉપાસના કરી રાવણ પર વિજય પ્રાપ્ત કરી હતી. ગુડીપડવો તથા ઉગાદિ કહેવાય છે. 


- ૬ એપ્રિલ - ઘટસ્થાપન, ચંદ્રદર્શ


ન તથા શૈલપુત્રીની પુજા 

- ૭ એપ્રિલ - બ્રહ્મચારીણી પુજા 

- ૮ એપ્રિલ- ગૌરી ત્રીજ, ચંદ્રઘંટાની પુજા

- ૯ એપ્રિલ- વિનાયક ચોથ, કુષ્માંડા પુજા

- ૧૦ એપ્રિલ- લક્ષ્મીપંચમી, નાગપુજા, સ્કંદમાતા પુજા

- ૧૧ એપ્રિલ - યમુના છઠ્ઠ, કાત્યાયની માતા પુજા

- ૧ર એપ્રિલ - મહાસપ્તમી, કાલરાત્રીપુજા

- ૧૩ એપ્રિલ- દુર્ગાષ્ટમી, અન્નપુર્ણા આઠમ, મહાગૌરી પુજા હવનની આઠમ 

- ૧૪ એપ્રિલ- રામનવમી સિધ્ધદાત્રી પુજા 

કળશ સ્થાપના - ૬/૦૯ થી ૧૦/૧૯ 

- સ્નાન વિધિ કરી, જવારા રોપવા, વેદી

 બનાવી કળશ સ્થાપના કરવી. કુળદેવીના ફોટોની સ્થાપના કરવી. દુર્ગા સપ્તમીના પાઠ કરવા. અખંડ દિવો પ્રગટાવવો. મંત્ર જાપ કરવા.

નવરાત્રિમાં નવ રંગ પહેરવા પહેરાવવા...(૧) લીલો (ર) વાદળી (૩) લાલ (૪) નારંગી (પ) પીળો (૬) વાદળી (૭) જાંબલી (૮) ગુલાબી (૯) સોનેરી

- કન્યા પુજનઃ

- અનુષ્ઠાનના નિયમ

- ઘરમાં સાફ સફાઈ રાખવી.

- ભુમીશયન.

- સાત્વીક ભોજન કરવું.

- જંકફુડ, ત્યાગ કરવો.

- સત્સંગ કરવો. 

- જ્ઞાન આરાધના 

- ચામડાનો ઉપયોગ ન કરવો 

- ક્ષમાપના કરવી.

નવરાત્રિમાં મંત્ર વિધાન ઃ

(૧) કલ્યાણ માટે

- સર્વ મંગલ માંગલ્યે શિવે સવાથે સાધિકે શરવયે ત્ર્યંબકે ગૌરી, નારાયણી નમોસ્તુતે

(ર) બાધા મુક્તી તથા ધન પ્રાપ્તિ 

- સર્વબાધા વિનેમુંક્તો, ધન ધાન્ય સુતાન્વિતઃ મનુષ્યો મત્પ્રસાદંન ભવિષ્યંતિ ન સંશપ 

(૩) આરોગ્ય તથા સૌભાગ્ય વૃધ્ધિ

દેહિ સૌભાગ્યં આરોગ્યં, દેહિ મે પરંમ સુખમ રૂપ દેહિ જપં દેહિ યશો દેહિ દ્રિષોં જહિ 

(૪) વિપતિ નાશ માટે

શરણાગતદિનાળે પરિત્રાણ પરાયણે  સર્વે સ્યાતિ હરે દેવી નારાયણી નમો સ્તુતે 

(પ) રક્ષા માટે.

શુલેન યાહિનો દેવી યાહિ ખડગેન આમ્બીકે ઘંટાસ્વનેન યાહિ ચાપજયાનિઃ સ્વનેનચ 

(૬) સર્વગ તથા મુક્તિ માટેઃ

સર્વસ્ય બુધ્ધી રૂપેણ, જનસ્ય હદિ સંસ્થિતે સ્વર્ગાયર્વદે દેવિ નારાયણી નમોસ્તુ તે

(૭) વિધ્નનાસક મંત્ર

સર્વ બાધા પ્રશમનં, ત્રૈલોકમસ્યા બિલેશ્વરી એવમેવ ત્યથા કાર્ય મસ્માદૈહિ વિનાશનમ

કુળદેવીનું નામ સ્મરણ કરી ૧૦૮ વાર નામ માળા કરવી...

- મુખ્ય વિધિ વસ્તુ વિધાન

(૧) અખંડ જ્યોતિ 

(ર) જવારા રોપણ 

(૩) નવ દિવસનો પ્રસાદ

- ૧) કેળા (ર) ઘી (૩) માખણ (૪) મીશ્રી (પ) ખીર અથવા દુધ (૬) માલપુઆ (૭) મધ (૮) ગોળ અથવા નારીયેર (૯) હલવો

નવરાત્રિ, નવસ્વરૂપ, નવ જીવન 

નવદિવસ

(૧) શૈલપુત્રી- જન્મ ધારણ કરતી કન્યા

(ર) બ્રહ્મ ચારિણી - બાલ્ય કુમાર અવસ્થા

(૩) ચંદ્ર ઘંટા - વિવાહ સુધી - નિર્મળ અવસ્થા 

(૪) કુષ્માંડા - નવ જીવન આપવા ગર્ભ ધારણ કરતી માં સ્વરૂપ 

(પ) સ્કનંદમાતા - સંતાન જન્મ આપ્યા બાદ 

(૬) કાત્યાયની - સંયમ તથા સાધના કરનાર 

(૭) કાલરાત્રી - સંકલ્પથી અકાલ મૃત્યુથી પતિને જીતનાર 

(૮) મહા ગૌરી - પરિવાર - કુટુંબજ સર્વસ્થ છે તે સ્ત્રી

(૯) સિધ્ધી દાત્રી - સંસાર છોડી સ્વર્ગ જતા સંતાનને સિધ્ધી આપનાર 

રેવતી નક્ષત્ર સાથે શરૂ થઈ રહી છે ચૈત્રી નવરાત્રિ, જેનો ભક્તોના જીવન પર શુભ પ્રભાવ રહેશે. પંચકનું છેલ્લું નક્ષત્ર ભક્ત વર્ગને સુખ સમૃધ્ધી આપનાર, સાધનામાં વૃધ્ધી કરનાર રહે. 

લઘુ ગાયત્રી કલ્પ, દુર્ગા સપ્તસતિ કુળદેવી અનુષ્ઠાન લાભદાયી રહે. દાન પ્રાપ્તિ માટે લાભ વર્ધક રહે. 

પાંચ સર્વાર્થ સિધ્ધીયોગ તથા ર રવિયોગ દેવી સાધનામાં વિશેષ ભક્તિ, શક્તિ, ચમત્કારીક, ભાગ્યવર્ધક રહે.

શુભલક્ષ્મી માતાની કૃપા રહે.

- રિતેષ શાસ્ત્રી   



Download Our B K News Today App



Related News