નવસારી : ખુલ્લી ગટરમાં ગરકી ગયેલી 4 વર્ષીય બાળકીનો 20 કલાક બાદ મૃતદેહ મળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-29 17:57:00
  • Views : 71
  • Modified Date : 2024-06-29 17:57:00

નવસારી: બિલિમોરામાં ખુલ્લી ગટરમાં ગરકી ગયેલી 4 વર્ષીય બાળકીને બચાવવામાં તંત્રને નિષ્ફ્ળતા હાથ લાગી છે. ઘટનાના 20 કલાક બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાના પગલે સ્થાનિકોમાં રોષ દેખાઈ રહ્યો છે.વરસાદના પાણી ભરાઇ જતા બાળકી ખુલ્લી ગટરમાં ગરકાવ થઇ હતી. વખારીયા બંદર રોડ પાસે જીવનજ્યોત એપાર્ટમેન્ટ પાછળ ઘટના બની હતી જેમાં ગટર અને નાળા ખુલ્લા હોવાના કારણે દુર્ઘટના બની હતી.બાળકીના ગટરમાં ગરકાવ થવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. બિલિમોરા ન.પા.ની ફાયરની ટીમનું અંબિકા નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું જેમાં 20 કલાકની જહેમત બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

Download Our B K News Today App



Related News