સમગ્ર ઉત્તર ભારતને નવસારી અમલસાડી ચીકુનું ઘેલું, 5 રાજ્યોમાં વાર્ષિક 15થી 17 લાખ મણનું વેચાણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-09 12:02:07
  • Views : 635
  • Modified Date : 2020-12-09 12:02:07

    નવસારીનું અમલસાડીના ચીકુની વેરાયટી માટે દેશભરમાં પ્રખ્યાત છે. ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં તેની ખૂબ માગ રહે છે. હાલમાં જ સિઝન શરૂ થઇ છે ત્યારે અહીંથી દૈનિક 8થી 10 હજાર મણની આવકો અમલસાડ માર્કેટ યાર્ડમાં થઇ રહી છે. અમલસાડ યાર્ડના વાઈસ ચેરમેન અશોક ભેરવાણીએ જણાવ્યું હતું કે, વાર્ષિક અંદાજે 15થી 17 લાખ મણ ચીકુની આવક થાય છે. અમલસાડી ચીકુની સિઝન નવેમ્બરથી મે મહિના સુધીની હોય છે. સિઝનન શરૂઆતમાં દૈનિક 8થી 10 હજાર મણની આવક રહે છે. જે જાન્યુઆરી આવતા સુધીમાં વધીને 20 હજાર મણ સુધી પહોંચે છે. અહીં થતી તમામ આવક રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં જાય છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી જૂનથી સપ્ટેમ્બર દરમિયાન અહીંથી સપ્લાય કરવામાં આવે છે.


અશોક ભેરવાણીએ જણાવ્યું હતું કે, અહીં જે આવક થાય છે. તેમાંથી મોટાભાગની આવક દિલ્હી અને પંજાબ માટે જાય છે. ત્યારબાદ સૌથી વધુ વેચાણ રાજસ્થાન અને મધ્યપ્રદેશ માટે હોય છે. જેમ જેમ સિઝન વધશે તે પ્રમાણે આવક પણ વધશે અને આ રાજ્યોમાંથી ડિમાન્ડ પણ વધશે.


    અશોક ભેરવાણીએ કહ્યું કે, સામાન્ય રીતે અન્ય રાજ્યોમાં રેલવે દ્વારા માલ મોકલાતો હતો. પરંતુ કોરોનાના કારણે રેલ વ્યવહાર મર્યાદિત હોવાથી હાલમાં ટ્રક મારફત ચીકુ મોકલવા પડે છે. અમે એક ગાડી ભરીએ તો 400 રૂપિયાનું બોક્સ ગણો તો 6 લાખ રૂપિયાની એક ગાડી થાય છે. જો માલનો ઉઠાવ નહીં થાય તો ભાવ નીચે આવશે. કારણ કે અમે જ્યાં માલ મોકલીએ છીએ ત્યાં માલનો ઉપાડ ન થાય તો અમને એક બોક્સે 100થી 200 રૂપિયાનું નુકસાન થઇ શકે છે.અશોક ભેરવાણીએ જણાવ્યું હતું કે, અમલસાડ માર્કેટ યાર્ડમાં રોજ 10 હજાર મણ ચીકુ આવે છે. આ ચીકુનો ભાવ હાલ મણ દીઠ રૂ. 680થી 900 ચાલી રહ્યો છે. એવરેજ રૂ. 750 ગણીએ તો 75 લાખનો માલ અમે એક દિવસમાં બહાર મોકલીએ છીએ. એટલે કે બે દિવસમાં દોઢ કરોડનું ટર્નઓવર કરીએ છીએ. ઠંડી ઓછી છે એટલે ખેડૂતને નુકસાન થઇ શકે છે.ગણદેવી તાલુકાના ખખવાડાના ખેડૂત મિલાન નાયકે જણાવ્યું કે, પહેલા કોરોના અને હવે જ્યાં સૌથી વધારે માગ રહે છે તેવા રાજ્યોમાં ચાલતા ખેડૂત આંદોલનના કારણે વેપારને ફટકો પડ્યો છે.


    મંડળીઓ દ્વારા અમારા ચીકુને લોકલ માર્કેટમાં વેચે છે, જેના કારણે પોષણક્ષમ ભાવ મળતા નથી. જેથી આર્થિક નુકસાન થઇ રહ્યું છે.ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ગત બે વર્ષની વાત કરીએ તો કમોસમી વરસાદે પાકની સ્થિતિ બગાડી હતી અને ચીકુના ઝાડ પર જ મોર કરમાઈ જતા ચીકુની ગુણવત્તા બગડતા ભાવ નીચે ગયા હતા. ગત વર્ષે તો ચીકુનો ભાવ પ્રતિ મણ 300ની આસપાસ રહેવા પામ્યો હતો. જેને લઈને ખેડૂતોને માતબર નુકસાન થયું હતું.


Download Our B K News Today App



Related News