વડગામ તાલુકા મથકે મનરેગા ના શ્રમિકો દ્વારા નવરાત્રી નુ આયોજન કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-15 12:40:05
  • Views : 286
  • Modified Date : 2021-10-15 12:40:05

વડગામ તાલુકા મથકે મનરેગા ના શ્રમિકો દ્વારા નવરાત્રી નુ આયોજન કરવામાં આવ્યું તેમાં ડીજેના તાલે શ્રમિકોઓએ નવમા નોરતે એક દિવસ ગરબા રમી આનંદ માણ્યો. નવરાત્રી એટલે માં દુગૉની ઉપાસના અને ઉપવાસ નું પવૅ કહેવામાં આવે છે જેમાં નવ દિવસ ની નવરાત્રીમાં માં દુગૉની આરાધનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે

 

ત્યારે નવરાત્રી ના પાવન દિવસે વડગામ તાલુકા મથકે મનરેગા ના શ્રમિકો દ્વારા નવમા નોરતે ગુરૂવારે સવારના નવ વાગ્યે એક દિવસ ની નવરાત્રી નું આયોજન મનરેગા ના શ્રમિકો દ્વારા ડી.જે ના તાલે કરવામાં આવ્યુ તેમાં તમામ શ્રમિકો એ માં ચામુંડા ના મંદિરે માં દુગૉની આરતી કરવામાં આવેલ અને પુરાણિક ગરબા શ્રમિક બહેનો દ્વારા  રમી આનંદ અનુભવ્યો હતો અને સ્થાનિક લોકો માતાજી ના દશૅન કરેલ અને ગરબા જોવાનો આનંદ માણ્યો હતો જેમાં  ફરારી નાસ્તો અને ચાનું આયોજન કરવામાં આવેલ જેમ તમામ મનરેગા ના શ્રમિકો એ એક દિવસની નવરાત્રી નો આનંદ અનુભવ્યો હતો.

Download Our B K News Today App



Related News