સિધ્ધપુરમાં નવરાત્રીની તૈયારીઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-27 11:39:16
  • Views : 421
  • Modified Date : 2019-09-27 11:39:16

નવલી નવરાત્રીના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સિધ્ધપુર તાલુકા અને શહેરમાં ખેલૈયાઓ નવરાત્રીના ઉત્સવને માણવા થનગની રહ્યા છે. ત્યારે બીજી તરફ આ ઐતિહાસિક અને ધાર્મિક શહેરના બજારોમાં વિવિધ ડ્રેસ મટીરીયલ ચણિયાચોળી,  આવ નવા
પોશાકો, અલંકારો, ધોતી, કુર્તા તેમજ તહેવારને લાગતાં અનેકવિધ ડ્રેસોથી શહેરના બજારો ઉભરાઈ રહ્યા છે. શહેરમાં શહેર આસપાસના
પંથકમાંથી નવરાત્રીના તહેવારને લઇ ધીરે ધીરે ચણિયાચોળી સહિત અન્ય ચીજ વસ્તુઓની ખરીદીનો માહોલ જામતો જાય છે બીજી તરફ શહેરના કુંભાર સમાજ દ્વારા આદ્યશક્તિના વિવિધ ડિઝાઇન વાળા ગરબાને બનાવવામાં વ્યસ્ત બનેલા જોવા મળી રહ્યા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અને ધાર્મિક નગરી સિદ્ધપુરમાં ધાર્મિક તહેવારોની ઉજવણી શહેરીજનો ભારે ઉત્સાહ અને ઉમંગથી કરતા હોય છે. ત્યારે નવરાત્રિનો તહેવાર નજીક આવતા નાના ભૂલાકાંઓથી લઈને યુવાન હૈયાઓ અને મોટા મોટેરાઓ આ નવરાત્રી પર્વને ઉજવવા તૈયાર થઈ રહ્યા છે. શહેરના પ્લોટ, પોળો, અને મહોલ્લાઓમાં અત્યારથી જ નવરાત્રિની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તેમજ વિવિધ મહોલ્લા, પોળોમાં દરેક મોહલ્લા આગળ માતાજીના અતિ પૌરાણિક અને ભવ્ય મંદિરોને નવરંગી અને વિવિધ વસ્તુઓથી સુશોભિત કરી અતિ ઉત્સાહથીમાંની ભક્તિ કરી ઉજવણી કરવામાં આવશે. બીજી તરફ ખેલૈયાઓ માટે રોજ રોજ નવા નવા પોશાકોમાં સજ્જ થવા અત્યારથી તેની ખરીદીમાં વ્યસ્ત બનેલા જોવા મળે છે. યુવાન-યુવતીઓ નવરાત્રિની નવલી રાત એ ગરબે ઘુમવા માટે વિવિધ પ્રકારના એન્વાયરમેન્ટ જેવાકે બલૈયા, હાથીદાંતના ચૂડા, મોતીથી મઢેલો સેટ, સહિત અન્ય ચીજ વસ્તુઓની ખરીદી કરવામાં વ્યસ્ત બની ગયા છે. ત્યારે નાના-નાના ભૂલકાંઓ નવરાત્રીના તહેવારને લઇ વિવિધ પ્રકારના રંગબેરંગી
દાંડિયાઓની તૈયારીઓમાં લાગી ગયા છે. શહેરના
પ્રજાપતિ કુંભાર સમાજના લોકો આદ્યશક્તિની માતાજીના વિવિધ કોતરણીવાળા માટીના માટલાઓ અને ગરબીઓને બનાવવામાં વ્યસ્ત બન્યા છે. આદ્યશક્તિ જગત જનની જગદંબા માતાજીની નવલી નવરાત્રીના દિવસો હવે નજીક  હોય સમગ્ર શહેરમાં તેની તડામાર તૈયારીઓ ચાલી રહી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. સિદ્ધપુરના બજારોમાં માતાને પૂજવા માટે પૂજાપાની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે.

Download Our B K News Today App



Related News