ડીસા માર્કેટયાર્ડની પાછળ આવેલ અનંત ગેલેક્સિ સોસયટીમાં છેલ્લા 6 વર્ષે થી નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ સોસાયટીના મેમ્બર ભેગા મળીને નવરાત્રી ના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-11 11:52:27
  • Views : 338
  • Modified Date : 2021-10-11 11:52:27

     હિન્દૂ ધર્મમાં તહેવારોનું એક આગવું મહત્વ રહેલુ છે.હિન્દૂ ધર્મમાં દરવર્ષ જન્માષ્ટમી, ગણેશચતુર્થી, સ્વાતંત્ર્યદિન, પ્રજાસત્તાકદિન, નવરાત્રિ, દશેરા, દિવાળી, ઉત્તરાયણ, શિવરાત્રિ, રામનવમી, હોળી, વગેરે તહેવારો ઉજવીએ ઉજવાય છે. આટલા બધા તહેવારો દુનિયાના બીજા કોઈ દેશમાં ઉજવાતા જોવા નહિ મળે. ધાર્મિક તહેવારો આપણી ધર્મભાવનાને પોષે છે. સામાજિક તહેવારો આપણા અરસપરસના સંબંધોમાં મીઠાશ લાવે છે. રાષ્ટ્રીય તહેવારો આપણી રાષ્ટ્રભાવનાને વિકસાવે છે. મને ધાર્મિક તહેવારો ગમે છે, એમાંય નવરાત્રિએ સૌને પ્રીય તહેવાર હોય છે.ત્યારે ડીસા માર્કેટયાર્ડની પાછળ આવેલ અનંત ગેલેક્સિ સોસયટીમાં છેલ્લા 6 વર્ષે થી નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ  સોસાયટીના મેમ્બર ભેગા મળીને નવરાત્રી ના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આ વિસ્તારમાં દર વર્ષે માતાજીનો સારો એવો ગરબો યોજાય છે અને નવરાત્રિની ઉજવણી દ્વારા લોકો સારી રીતે ગરબા પણ ગાય છે અને સારી રીતે ઉજવણી કરે છે નવરાત્રી તહેવાર એ ગુજરાતીઓને સૌથી પ્રિય તહેવાર છે એમાં મા અંબા આપણા ઘરે પધારે છે એવી જ રીતે સોસાયટીમાં માં અંબા નો દર વર્ષે સારી રીતે આગમન થાય છે લોકો સારી રીતે ગરબા રમે છે અને કરવામાં રાણી પણ રાખવામાં આવે છે આ નવરાત્રિમાં અમારી સોસાયટીના સંચાલક શ્રી મહેશભાઈ બારોટ તરફથી લાણીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને જે સારો એવો કરે એ લોકો માટે ઈનામ પણ રાખવામાં આવ્યા છે.

Download Our B K News Today App



Related News