શ્રી આદર્શ વિદ્યાલય, આસોદરમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-14 12:07:33
  • Views : 297
  • Modified Date : 2021-10-14 12:07:33

 

        થરાદ તાલુકાના આસોદર ગામમાં આવેલી અને તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ ઓફ એક્સલેન્સ પ્રોજેક્ટમાં સમાવેશ કર્યો છે શ્રી આદર્શ વિદ્યાલયમાં એક દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ હાઈસ્કૂલના સ્ટાફગણ અને વિદ્યાર્થીનીઓએ માતાજીની આરતી કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ભાઈઓ અને બહેનો ડી.જે.ના તાલે ગરબા રમ્યાં હતાં.

         કાર્યક્રમમાં આદર્શ વિદ્યાલયના પ્રિન્સીપાલ શ્રી તેજાભાઈ એન. પટેલ અને સ્ટાફગણ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Download Our B K News Today App



Related News