પાટણમાં નવજોત સિધુની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-18 07:06:17
  • Views : 499
  • Modified Date : 2019-04-18 07:06:17

પાટણ ખાતે કોંગ્રેસ પક્ષની જંગી જાહેર સભા સંબોધવા માટે નવજોત સિધુ આવ્યા હતા અને તેઓએ નરેન્દ્ર મોદી સામે આકરા પ્રહાર કર્યા હતા અને જણાવેલ કે ચોકીદારની વાત કરનાર જ દેશની તિજોરી સાફ કરી રહ્યો છે. તે માત્ર અમીરોનો ચોકીદાર છે ગરીબો માટે નહી. જેથી ખેડૂતોએ આ અમીરોના ચોકીદારને ભગાડવાની જરૂર છે.
લોકસભાની ચૂંટણીનો બરોબરનો જંગ જામ્યો છે ત્યારે ભાજપ અને કોગ્રેસ પાટણમાં
પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બુધવારે પાટણ ખાતે નવજોત સિધુની જાહેર સભા રાખવામાં આવતાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.  સિધુએ પોતાના ભાષણમાં અવાર-નવાર ઠોક તાલી જેવા શબ્દોના ઉચ્ચારણ કરતા જોવા મળ્યા હતા. અને લોકોએ પણ પુરેપુરી રમુજ કરી હતી. નવજોત સિધુએ નરેન્દ્ર મોદીને આડેહાથે લેતા જણાવેલ કે મોદી જ્યારે હોય ત્યારે કહે છે કે કોંગ્રેસે કોઇ કામ કર્યા નથી તો તેમને ખબર નહી હોય કે જ્યારે તેમના માણસો ગીલીડંડા રમતા હતા. ત્યારે કોંગ્રેસની આગેવાનીમાં બે યુધ્ધ જીત્યા હતા અને તે વખતે મિસાઇલો
પણ બનાવવામાં આવી હતી.  આજે જે ડેમો છે તે કોંગ્રેસની સરકારમાં બન્યા છે. પરંતુ તેમને કંઇ દેખાતુ નથી. નરેન્દ્ર મોદી કઇ કરેતો ન્યારી લીલા અને બીજા કરે તો કેરેક્ટર ઢીલા જેવી વાત છે. ૨૦૧૪ પછી નોટબંધી અને જી.એસ.ટી. ના કારણે લોકો ખુબજ હેરાન થયા છે અને તે વાત ભાજપ કેમ બહાર લાવતા નથી. મોદી સરકારે દેશની અનેક કંપનીઓને મારીને અમીરોની કંપનીઓને મોટી કરી છે. જેથી તે જે ચોકીદારની વાત કરે છે તે ચોકીદારો માત્રને માત્ર અમીરોના ત્યા હોય છે. આજ દિવસ સુધી કોઇ ગરીબને કે મધ્યમ વર્ગના લોકોને ચોકીદારની ક્યારેય જરૂર પડી નથી કે રાખ્યા પણ નથી જેથી મોદી તે અમીરોના ચોકીદાર છે. માટે તે ગરીબો અને મધ્યમવર્ગના લોકોને શોષણ કરીને અમીરોને મજબૂત કરી રહ્યા છે. પ્રજાએ જાગવાની જરૂર છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News