ડીસાની નવજીવન બી.એડ્‌. કોલેજના તાલીમાર્થીએ યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-18 07:47:06
  • Views : 616
  • Modified Date : 2019-04-18 07:47:06

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન, શ્રી નવજીવન બી.એડ્‌. કોલેજ, ડીસામાં સેમેસ્ટર-૪ની યુનિવર્સિટી પરીક્ષામાં કોલેજના તાલીમાર્થીઓએ ઝળહળતો દેખાવ કરી ૧૦૦ ટકા પરીણામ પ્રાપ્ત કરેલ છે. સાથે સાથે સેમેસ્ટર ૪ ના તાલીમાર્થી ચૌધરી પ્રવિણભાઈ વાસ્તાભાઈએ યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી કોલેજનું ગૌરવ વધારેલ છે. તેઓએ મુખ્ય પરીક્ષામાં ૪૬૦ ગુણમાંથી ૪૪૦ ગુણ મેળવી યુનિવર્સિટીમાં ટોપ સ્થાન મેળવ્યું છે.  અન્ય પાંચ તાલીમાર્થીઓએ પણ ટોપ ૧૦૦ માં સ્થાન મેળવ્યું છે. કોલેજ કક્ષાએ સેમેસ્ટર-૪ માં ૯૫.૬૫ % સાથે  ચૌધરી પ્રવિણભાઈ વાસ્તાભાઈએ પ્રથમ સ્થાન મેળવ્યું છે, જોષી પુજાબેન જે. એ ૯૫.૨૧ % સાથે દ્વિતિય સ્થાન અને દવે સંતોષીબેન એસ.એ ૯૪.૭૮ %  સાથે તૃતીય સ્થાન મેળવી જવલંત સફળતા પ્રાપ્ત કરેલ છે. કોલેજ પરિવાર તમામ તાલીમાર્થીઓને અભિનંદન પાઠવે છે.


Download Our B K News Today App



Related News