બિમાર પિતાને દવા આપવાની હોવાથી વહેલી સવારે કડજાેદરાથી ગાંધીનગર તરફ આવવા નિકળ્યા હતા પિતાને કીડની આપી નવજીવન આપનાર યુવાનનુ મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-25 11:56:21
  • Views : 349
  • Modified Date : 2021-02-25 11:56:21

બે મહિના પહેલા પિતાને કીડની આપી નવજીવન
આપનાર યુવકનુ કાર અકસ્માતમાં મોત થયુ છે. યુવકના પિતા માનવા તૈયાર નથી કે મારો દિકરો મને જીવન આપી પોતે દુનિયા છોડી ગયો છે. ધણપ ગામના રહેવાસી અને હાલ સેક્ટર ૨૧માં રહેતા ખૂમાનસિંહ શહેરના વોર્ડ ૩મા પ્રમુખ તરીકે કામગીરી કરતા હતા. કડજાેદરા બેઠકના કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરી પરત ફરતા યુવકને દહેગામ પાસે અકસ્માત થતા વહેલી સવારે મોત થયંુ હતંુ.
મળતી માહિતી મુજબ ગાંધીનગરના ધણપના વતની અને હાલ સેક્ટર ૨૧મા રહેતા ખૂમાનસિંહ અમરસિંહ રાણા શહેરના વોર્ડમાં પ્રમુખ તરીકે કામગીરી કરતા હતા. જ્યારે ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને કડજાેદરા બેઠકના કોંગી ઉમેદવાર સૂર્યસિંહ ડાભીનો પ્રચાર કરવા જતા હતા. ત્યારે મંગળવારે રાત્રે ખૂમાનસિંહ રાણા બુધવારે વહેલી સવારે બિમાર પિતાને દવા આપવાની હોવાથી કડજાેદરાથી પોતાની સ્વીફ્ટ કાર લઇને ગાંધીનગર આવી રહ્યા હતા.
તે દરમિયાન દહેગામ
પાસેના પાલૈયા પાસે કાર ડીવાઇડર સાથે ટકારાતા કાર ઉપરનો કંટ્રોલ ગુમાવી દીધો હતો. જેને લઇ કાર પાસેની ખાઇમાં જઇને ખાબકી હતી. જેને લઇને ખૂમાનસિંહને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા બનાવ સ્થળે જ મોત થયુ હતુ. આ બનાવથી જિલ્લા કોંગ્રેસ અને ધણપ ગામમા માતમ છવાઇ ગયો હતો. ઉલ્લેખનિય છેકે, ખૂમાનસિંહના પિતા જિલ્લા માહિતી વિભાગમાં સારથી તરીકે ફરજ બજાવતા હતા અને બે મહિના પહેલા જ નિવૃત થયા હતા. જ્યારે કીડની ટ્રાન્સપ્લાન્ટ કર્યા બાદ ખૂમાનસિંહ ખરા અર્થમાં શ્રવણ બની સેવા કરી રહ્યા હતા. ત્યારે ખૂમાનસિંહના અવસાનથી રાણા પરિવાર ઉપર આફ ફાટી ગયંુ હતંુ.

Download Our B K News Today App



Related News