બનાસકાંઠામાં રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના નવીનભાઈ પરમારને જિલ્લા સંયોજક તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-27 11:27:17
  • Views : 331
  • Modified Date : 2021-05-27 11:27:17

     રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન જમીની સ્તર પર રહેલા લોકોની રાજકીય તકોના વિસ્તાર અને પંચાયતી રાજ તથા શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં તેમની ભાગીદારી નક્કી કરી સત્તા હસ્તાંતરણ માટે રાષ્ટ્રીય ચેતના ઉભી કરવા માટેનું એક મત છે આ સંગઠનની સ્થાપના 2007માં તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી દ્વારા કરવામાં આવી હતી જેમના લક્ષ્યો છે સત્તાના વિકેન્દ્રીકરણની હિમાયત, ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં સત્તા હસ્તાંતરણ બાબતની સમજણ વધારવી અને સ્થાનીય સ્વરાજની ભૂમિકા અને તેની સત્તા વિશે દેશના નાગરિકોમાં જાગૃતિ લાવી ત્યારે આજે નવીનભાઈ પરમારને જિલ્લા સંયોજક તરીકે નિમણૂક કરવામાં આવી હતી જેમાં જયંતીભાઈ ભાટિયાના હસ્તે તેમનું સન્માન કરીને ઓર્ડર આપવામાં આવો હતો.

     બનાસકાંઠામાં રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના જીલ્લા પ્રમુખ તરીકે નવીનભાઈ પરમારની નિમણૂક કરતાં હષૅની લાગણી અનુભવી હતી અને સાથે સાથે રાષ્ટ્રીય , રાજયના તથા જિલ્લાના મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ સંગઠનના વિશ્વાસ અને અપેક્ષાઓમાં ખરો ઊતરવાની ખાતરી આપી હતી..

Download Our B K News Today App



Related News