ડીસાના રબારી સમાજના નવીન શૈક્ષણિક સંકુલમાં પાણીના બોરનું મૂર્હુત કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-30 12:18:01
  • Views : 457
  • Modified Date : 2019-05-30 12:18:01

મનુષ્ય પોતાના કર્મોથી જ પૂજાતો હોય છે જેમાં ઘણાં લોકોને પોતાના જીવનમાં જ સેવાકીય પ્રવૃત્તિમાં રસ રહેતા કુદરત પણ આવા વ્યક્તિઓને ખોબલે ને ખોબલે ભરી આપતો હોય છે. આવું જ એક ઉદાહરણ  ડીસાના આંગણે જોવા મળી રહયું છે મૂળ જોરણંગ તાલુકો જિલ્લો મહેસાણાના વતની અને છેલ્લાં કેટલાંય વર્ષોથી ડીસાની પોતાની કર્મભૂમિ બનાવી રહેતા ગફુલભાઈ માલજીભાઈ દેસાઈ કે જેઓ પોતાના વ્યવસાયની સાથે-સાથે સેવાકીય પ્રવૃત્તિમાં પણ ખૂબ ઉમદા સેવા કરી રહ્યા છે વ્યવસાયે પાણીના બોરિંગ બનાવતા તેઓએ અનેક સેવાકીય સંસ્થાઓમાં બિલકુલ મફતમાં બોર બનાવી આપી પાણીની સગવડ પૂરી પાડી છે. જેમાં ડીસાની આદર્શહાઇસ્કૂલના નવા સંકુલ ઉપરાંત રબારી ગોપાલક છાત્રાલય માં પણ બોર બનાવી આપ્યા છે. ત્યારે વધુ એક વાર ડીસાના સમશેરપુરા ખાતે રબારી સમાજનું અદ્યતન શૈક્ષણિક સંકુલ બનવા જઈ રહ્યું છે જેમાં પણ નિશુલ્ક બોર બનાવવા દાતા બનતા ગતરોજ શૈક્ષણિક સંકુલ નું ખાતમૂર્હત ની સાથે નવીન બોર બનાવવાનું પણ ગફુલભાઈ ના વરદ હસ્તે મુહૂર્ત કર્યુ તેમની આ સેવાને લઇ પ્રશંસા ની સાથે અભિનંદન અને શુભેચ્છાઓ વરસી રહી છે



Download Our B K News Today App



Related News