ડીસા નજીક આવેલ ભાખર ગામ પાસે પણ નવીન ગૌશાળાનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-22 10:34:17
  • Views : 330
  • Modified Date : 2022-05-22 10:34:17

ડીસા નજીક આવેલ ભાખર ગામ પાસે પણ નવીન ગૌશાળાનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

      ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગાયો માટે 170 ગૌશાળાઓ બનાવેલી છે જેમાં એસી હજારથી પણ વધુ પશુધન નિર્વાહ કરી રહ્યા છે ત્યારે ડીસા નજીક આવેલ ભાખર ગામ પાસે પણ નવીન ગૌશાળાનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ગૌશાળા નો મુખ્ય ઉદ્દેશ્ય આવનારા સમયમાં અહીં પશુધન નિરવા કરી શકે તે માટે ખાસ આ નવી ગૌશાળા બનાવવામાં આવી છે ભાખર ગામમાં આવેલા ઇસમાની માતાના મંદિર ખાતે આજે નવમા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.. આ પ્રસંગે મંદિર પર યજ્ઞ અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.. સાથે સાથે આ મંદિરનો છેલ્લા ઘણા સમયથી સારો એવો વિકાસ થઈ રહ્યો છે. ત્યારે આ મંદિરની શોભામાં આજે વધુ એક મોર પીંછ ઉમેરાઈ રહ્યું છે.. આજે આ મંદિર ખાતે નવીન ગૌશાળાનું પણ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે.. જેમાં આજે ગીરની ગાયો લાવવામાં આવી છે. આગામી સમયમાં આ ગૌશાળામાં રાજસ્થાનના ભરતપુરથી અન્ય ગૌવંશોને લાવવામાં આવશે..

Download Our B K News Today App



Related News