સ્વર્ગ નગરી અંબાજી મંદિરમાં આસો નવરાત્રીનો આજથી પ્રારંભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-29 11:07:25
  • Views : 417
  • Modified Date : 2019-09-29 11:07:25

ગુજરાતના સૌથી મોટા અને ૫૧ શક્તિપીઠમાં અનેરું મહત્વ ધરાવતું માં અંબાનું પ્રાચીન અને પૌરાણીક સ્થાનક અંબાજી ગુજરાત અને રાજસ્થાન સીમા ઉપર કોટેશ્વર નદી પાસે વસેલું છે. આ ધામ અરાવલીના પહાડો ઉપર વસેલું જગત જનની માં અંબાનું સ્થાનક છે. આ મંદિર માતાજીના માનસરોવર પાસે આવેલું મંદિર છે. આ મંદિર ઉપર ૩૫૮ સુવર્ણ કળશ લાગેલા છે. સાથે આ મંદિરનો ૮૦ ફૂટ સુધીનો ભાગ સોનાથી મઢેલો હોઈ આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે આખા ભારતમાં જાણીતું છે. આ મંદિરમાં સાત સમુંદર પારથી પણ માતાજીના ભક્તો નવરાત્રી મા દર્શન કરવા ખાસ આવે છે. રવિવારથી આસો નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે અંબાજી મંદિરમાં સવારે ૯ વાગે ઘટ સ્થાપના કરવામાં આવશે અને નવ દિવસ અંબાજી મંદિરમાં નવરાત્રી પર્વ ધામધૂમથી ઉજવાશે.  અંબાજીથી ત્રણ કિમિ દૂર આવેલા નવદુર્ગા માતાજીની ગાદી ઉપર ઝવેરા વિધિ યોજાઈ હતી. અંબાજી માતાજીનું પ્રાચીન અને પૌરાણિક સ્થાનક એટલે ગબ્બર ગઢનું મહત્વ ઘણું વિશેષ છે. અહીં ચાલતા જવાના ૧૦૦૦ પગથિયા  છે અને ઉતરવાના ૭૬૫ પગથીયા આવેલા છે. આ પહાડની પ્રદક્ષિણા કરવાથી મનોકામના પુરી થાય છે. ગબ્બર ચાલતા જવાના રસ્તા ઉપર નવદુર્ગા માં ની ગાદી આવેલી છે. અહીં છેલ્લાં ૧૫૦ વર્ષ થી ઝવેરા વિધિ નવરાત્રીના એક  દિવસ અગાઉ થાય છે. આ વિધિમાં ૫ નદીનું જળ લાવી શાસ્ત્રોક્ત વિધિ વિધાન થી પૂજન કરવામાં આવ્યું હતું. આ વિધિ સૂર્ય આથમ્યા બાદ થાય છે. આ વિધિ બાદ માતાજીને ફ્રૂટનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. માતાજીની આરતી પણ કરવામાં આવી હતી. નવદુર્ગા મંદિરમાં એક સાથે નવ દેવીના દર્શન થાય છે. અને ભક્તો અહીં દર્શન કરતા તેમને માતાજીને મળવાનો આનંદ થાય તેવી અનુભૂતિ થાય છે. આ મંદિરના મહંત બડે બાપુ છેલ્લાં ૬૦ વર્ષથી ઘટ સ્થાપના અને ઝવેરા વિધિ  કરે છે. આ પહેલા તેમના માતા "મૈયા" અહીં માતાજીની પૂજા અર્ચના કરતા હતા. આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ માતાજીને ભોગ ધરાવવામાં આવશે. સાથે પૂજા અર્ચના પણ કરવામાં આવશે. આ સ્થાનક પાસે માતાજીનો ઝૂલો આવેલો હોઈ આ જગ્યા પવિત્ર જગ્યા તરીકે ઓળખાય છે.   
અંબાજી મંદિર આસો નવરાત્રી દર્શન સમય ફેરફાર
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા  આસો નવરાત્રીને લઇ દર્શન સમયમાં કરાયો ફેરફાર, ૨૯ સપ્ટેમ્બરથી ૭ સપ્ટેમ્બર સુધી આસો નવરાત્રી, અંબાજી મંદિરમાં સવારે મંગળા આરતી ૭ઃ૩૦ થી ૮ઃ૦૦ વાગે સુધી, સવારના દર્શન ૮ઃ૦૦ થી ૧૧ઃ૩૦ સુધી, રાજભોગ બપોરે ૧૨ વાગે, બપોરના દર્શન ૧૨ઃ૩૦ થી ૪ઃ૧૫ સુધી, સાંજે આરતી ૬ઃ૩૦થી ૭ઃ૦૦ વાગે સુધી, રાત્રીના દર્શન ૭ઃ૦૦ થી ૯ઃ૦૦ સુધી રહેશે.

Download Our B K News Today App



Related News