પાલનપુરમાં જામ્યો નવરાત્રીનો રંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-06 12:09:44
  • Views : 428
  • Modified Date : 2019-10-06 12:09:44

પાલનપુર શહેરના
જુદા-જુદા વિસ્તારમાં આયોજકો દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા નવલી નવરાત્રીમાં ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. તેજ રીતે આકેસણ રોડ ઉપર આવેલ પ્રથમ રેસીડÂન્સ ખાતે  પણ માં અંબાની આરતી બાત મોડી રાત સુધી ગરબાની રમઝડ બોલાવી  હતી.
નવરાત્રી વર્ષે બહેનોનો સૈથી પ્રિય તહેવાર તરીકે માનવામાં આવે છે. નવરાત્રી આવવાના પંદર દિવસ પહેલાથી યુવાધન તની તૈયારીમાં લગી જાય છે. અને નવ દિવસની જુદી-જુદી ચણીયા ચોળીઓ બુકીંગ કરાવી દેતા હોય છે. અને ત્યારબાદ રોજેરોજ
જુદી-જુદી ચણીયા ચોળી પહેરી ગરબાની રમઝટ બોલાવતા હોય છે. તેજ રીતે બનાસકાંઠામાં
ઠેર-ઠેર નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં ખાસ કરીને પાલનપુરની આકેસણ રોડ ઉપર આવેલ પ્રથમ રેસીડન્સના રહીશો દ્વારા છેલ્લા કેટલાક વર્ષથી નવરાત્ર પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરે છે.જેમાં પ્રથમ નવથી દસ વાગ્યા સુધીમાં આરતી પૂરી કરી સમયસર ડી.જે.ના તાલે ગરબા શરૂ કરવામાં આવે છે.અને સોસાયટીના તમામ લોકો મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે.તેમજ ગરબાની રીશેસના સમયે રોજેરોજ જુદા-જુદા નાસ્તાનું આયોજન કરવામાં આવે છે.અને રીસેશ બાદ ફરી રાસગરબા યોજી ગરબાની મોડી રાત સુધી રમઝટ બોલાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News