બનાસકાંઠાની કલેડી નદીમાં નવા નીર આવતા લોકોમાં ભારે ઉત્સાહ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-10 15:49:40
  • Views : 1029
  • Modified Date : 2020-06-10 15:49:40

નિસર્ગ વાવાઝોડાની અસર ઉત્તર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાનમાં પણ જોવા મળી છે જેમાં છેલ્લા એક અઠવાડિયાથી બનાસકાંઠામાં પણ રોજ વાતાવરણના પલટા સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગઇરાત્રે રાજસ્થાનના ઉપરવાસમાં પણ ભારે વરસાદના પગલે બનાસકાંઠાની કલેડી નદીમાં નવા નીર આવતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો..ચોમાસાની શરૂઆત પૂર્વે જ બનાસકાંઠા સહિત રાજસ્થાનના ઉપરવાસમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં તો છેલ્લા એક અઠવાડિયાથી વાદળછાયા વાતાવરણ સાથે રોજ થોડો ઘણો વરસાદ ખાબકી ગયો છે જ્યારે રાજસ્થાનમાં પણ ગઈ રાત્રે જોરદાર વરસાદ વરસ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસકાંઠામાં અમીરગઢ પાસે આવેલી કલેડી નદીમાં નવા નીર આવ્યા હતા. કલેડી નદી બંને કાંઠે વહેતી લોકો પણ ખુશખુશાલ થઈ ગયા હતા. ચોમાસા પૂર્વે જ નદી બંને કાઠે વહેતા અને ઘોડાપુર આવતા જ આજુબાજુના લોકો પણ જોવા માટે નદીએ પહોંચ્યા હતા અને સૂકી ભઠ્ઠ નદી માં નવા નીર આવતા આજુબાજુમાં પાણી ન તળ પણ ઊંચા આવવાનીએ આશાએ ખેડૂતો માં પણ ખુશી નો માહોલ છવાયો છે.....

Download Our B K News Today App



Related News