ગાંધીનગરમાં કોરોના કહેર યથાવત, નવા ૭૦ કોરોના પોઝિટિવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-27 11:37:33
  • Views : 309
  • Modified Date : 2020-11-27 11:37:33

ગાંધીનગર જિલ્લામાં કોરોના સંક્રમણ વધતાં  પણ કોરોનાના નવા ૭૦ પોઝિટિવ કેસો નોંધાયાં છે. ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં  નવા નોંધાયેલાં ૩૬ કેસોમાંથી ગાંધીનગર તાલુકામાં જ ૧૬ કેસો નોંધાતાં કોરોના વિસ્ફોટથી ગભરાટ ફેલાયો છે. જ્યારે ગાંધીનગર શહેરમાં  પણ નવા ૩૪
પોઝિટિવ કેસો નોંધાયાં છે.
ગાંધીનગર જિલ્લામાં   ૭૦ કોરોના પોઝિટિવ કેસો નોંધાયાં છે. ગાંધીનગર ગ્રામ્યમાં નોંધાયેલાં ૩૬ કેસોમાંથી ગાંધીનગર તાલુકામાં જ ૧૬ કેસો નોંધાયાં છે. જેમાં ગાંધીનગર નજીક આવેલા પેથાપુરમાં એકસાથે ૫ તેમજ રાયસણ, રાંદેસણ અને અડાલજમાં નવા બે બે કેસો નોંધાયાં છે. આ ઉપરાંત ચંદ્રાલા, રાંધેજા, સરગાસણ, ઉવારસદ અને ઈસનપુર મોટાંમાં નવાં એક એક કેસો નોંધાયાં છે.
દહેગામમાં  નોંધાયેલા ૮ કેસોમાં દહેગામ શહેરમાં જ ૪ કેસો નોંધાયાં છે. આ ઉપરાંત દહેગામ તાલુકાનાં પાલૂન્દ્રા, રખિયાલ, નવાનગર, હાથીજણ અને રખિયાલમાં એક એક નવાં કેસો નોંધાયાં છે. માણસા તાલુકાનાં ચરાડામાં બે તેમજ વિહાર અને પુનધ્રામાં નવાં એક એક કેસો નોંધાયાં છે. જ્યારે કલોલ તાલુકાનાં ઈસંડ અને સઈજમાં એક એક તેમજ કલોલ શહેરમાં નવાં ૫ કેસો નોંધાયાં છે. ગ્રામ્ય વિસ્તારોમાં એક્ટીવ દર્દીઓની સંખ્યા વધીને હવે ૨૦૯ થઈ ગઈ છે. જ્યારે ગ્રામ્યમાં આજે ૨૧ દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવતાં કુલ  ૨૭૬૨ને રજા આપવામાં આવી છે. ગાંધીનગર શહેરમાં  ૩૪ કોરોના પોઝિટિવ કેસો નોંધાયાં છે. ગાંધીનગર શહેરમાં  સેક્ટરમાં  તેમજ સેક્ટરમાં નવા કેસો નોંધાતાં ફફડાટ ફેલાયો છે.

Download Our B K News Today App



Related News