૨૪ કલાકમાં કોરોના નવા ૨૩૦ કેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-27 11:32:47
  • Views : 575
  • Modified Date : 2020-04-27 11:32:47

રાજ્યમાં કોરોના અતિ ગંભીર બની ગયો છે અને દિવસેને દિવસે મોત તથા દર્દીઓનો આંકડો જેટ ગતિએ વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૨૩૦ નવા કેસ નોંધાયા છે અને ૧૮ દર્દીના મોત થયા છે તેમજ ૩૧ દર્દી સાજા થયા છે. આ તમામ મોત અમદાવાદમાં જ થયા છે. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક ૧૫૧એ પહોંચી ગયો છે અને કુલ દર્દી ૩૩૦૧ થઈ ગયા છે અને કુલ ૩૧૩ દર્દી સાજા થયા છે. ૧૮ મોતમાંથી ૮ના પ્રાથમિક રીતે કોરોનાને કારણે જ્યારે ૧૦ના અન્ય બીમારીઓ, હાઈરીસ્ક અને કોરોનાને કારણે થયા છે.
આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં ૨૪ કલાકમાં ૨૩૦
પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં ૧૭૮, સુરતમાં ૩૦, આણાંદમાં ૮, બનાસકાંઠામાં ૧, ગાંધીનગરમાં ૨, રાજકોટમાં ૪, વડોદરામાં ૪, નવસારી, પાટણ અને ખેડામાં ૧-૧ કેસનો સમાવેશ થાય છે. જ્યારે ૧૮ના મોત થયા છે. આ તમામ મોત અમદાવાદમાં થયા છે.  રાજ્યમાં અત્યાર સુધીમાં ૫૧૦૯૧ ટેસ્ટ કરવામાં આવ્યા, ૩૩૦૧ પોઝિટિવ અને ૪૭૭૯૦ કેસ નેગેટિવ આવ્યા છે. કુલ ૩૩૦૧ દર્દીમાંથી ૨૭ વેન્ટીલેટર પર, ૨૮૧૦ની હાલત સ્થિર, ૩૧૩ ડિસ્ચાર્જ અને ૧૫૧ના મોત થયા છે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, મહાનગરોમાં ૩ મે સુધી દુકાનો ચાલુ કરવાની મંજૂરી નથી. આ અંગે સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લેવાયો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં દુકાનો બંધ રહેશે. જો કે આવશ્યક ચીજ વસ્તુની દુકાનો ખોલી શકાશે. પબ્લિક
ટ્રાન્સપોર્ટ, બ્યૂટી પાર્લર્સ અને
પાનમસાલાની દુકાનોને પણ મંજૂરી આપવામાં આવી નથી. આ ચારેય મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરોએ સંયુકત રીતે નિર્ણય કર્યો છે કે, ચારેય મહાનગરોમાં ૩જી મે સુધી દુકાનો-વ્યવસાયો ચાલુ કરવા દેવાશે નહીં અને બંધ રાખવામાં આવશે. લોકડાઉન દરમિયાન અગાઉ ચાલુ રહેલી જીવનજરૂરી અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને જ આ મહાનગરોમાં ચાલુ રાખવા દેવામાં આવશે.

Download Our B K News Today App



Related News