વાવના માવસરી પોલીસ મથકે નવ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-15 12:32:46
  • Views : 615
  • Modified Date : 2019-09-15 12:32:46

વાવ તાલુકાના બાલુંત્રી ગામના યુવકને જાનથી મારી નાંખવાનો પ્રયાસ થતાં નવ શખ્સો વિરુદ્ધ માવસરી પોલીસ મથકે ગુનો નોંધાયો  છે.
વાવ તાલુકાના બાલુંત્રી ગામના ગણેશભાઇ પટેલ
પોતાના ગામમાં આવેલ દૂધમંડળીમાં દૂધ ભરાવી પોતાની મોટરસાયકલ લઇ ખેતરે જઇ રહ્યા હતા. ત્યારે તેમના ગામના ૯ જેટલા શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી ગણેશભાઇ ઉપર હુમલો કરી તેમને બાજુના ખેતરમાં ખસેડી તેમને મુઢમાર મારવામાં આવેલા, તેમજ તું વારંવાર અમારા ઉપર ખોટી ફરિયાદો કરે છે તેમ કહીને મોઢા પર ડૂચો મારી ગળું દબાવી જાનથી મારી નાંખવાનો પ્રયાસ કરેલ. પરંતુ ગણેશભાઇએ બુમ બરાડા કરતાં આજુબાજુથી રાહદારીઓ આવી જતાં નવ શખ્સોએ સાથે મળી કહ્યું હતું કે ગામના લોકો વચ્ચે આવી જતાં તું બચી ગયો છે હવે પછી હાથમાં આવીશ તો જાનથી મારી નાંખીશ. જોકે પીડિત ગણેશભાઇને વધુ પડતો માર મારેલ હોઇ તેમને ૧૦૮ મારફતે થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યારબાદ ફરિયાદી ગણેશભાઇ કાજાભાઇની ફરિયાદને આધારે માવસરી પોલીસે નવ શખ્સો પર ગંભીર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Download Our B K News Today App



Related News