'જય શ્રી રામ'ના નારા લગાવતાની સાથે જ ઢળી પડ્યા વડતાલ ધામના નૌતમ સ્વામી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-03 15:34:51
  • Views : 102
  • Modified Date : 2023-07-03 15:34:51

ખેડામાં ચાલુ સભાએ પ્રવચન આપતા વડતાલ ધામના સંત અને અખિલ ભારતીય સંત સમિતિના નૌતમ સ્વામી અચાનક નીચે ઢળી પડ્યા હતા. જે બાદ તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં નૌતમ સ્વામીની તબિયત સ્થિર હોવાના સમાચાર છે. હાલ તેઓ એકદમ તંદુરસ્ત છે. મળતી માહિતી અનુસાર, ખેડાના કઠલાલ ખાતે આયોજિત સભામાં વડતાલ ધામના સંત અને અખિલ ભારતીય સંત સમિતિના નૌતમ સ્વામી અચાનક ચક્કર આવતા ઢળી પડ્યા હતા. હિન્દુ ધર્મની સેનાના દિક્ષાંત સમારોહમાં આ ઘટના બની હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. 

Download Our B K News Today App



Related News