દેશવ્યાપી ₹719 કરોડનું સાયબર કૌભાંડ: ભાવનગરની બેંકના મેનેજર સહિત 4ની ધરપકડ, તાર દુબઈ-ચીન સુધી લંબાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-12-11 18:02:56
  • Views : 58
  • Modified Date : 2025-12-11 18:02:56

ગુજરાત સી.આઈ.ડી. ક્રાઈમ અને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગરે દેશભરમાં ફેલાયેલા અને અંદાજે ₹719 કરોડથી વધુની રકમની છેતરપિંડી આચરતા એક આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં ચોંકાવનારી બાબત એ છે કે, બેંકિંગ સિસ્ટમનો દુરુપયોગ કરવામાં ખુદ બેંકના બ્રાન્ચ મેનેજરની જ મિલીભગત સામે આવી છે. પોલીસે ભાવનગર સ્થિત ઇન્ડસઇન્ડ બેંકના તત્કાલીન બ્રાન્ચ મેનેજર, તેમના પતિ સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે.

મ્યુલ એકાઉન્ટથી ક્રિપ્ટો સુધી ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (FIU) ના ઇનપુટના આધારે તપાસ કરતા બહાર આવ્યું છે કે,  આરોપીઓ ભાવનગરની બ્રાન્ચમાં મ્યુલ એકાઉન્ટ ખોલાવી ભોગ બનનાર લોકોના નાણાં જમા કરાવતા હતા. ત્યારબાદ ફ્રોડના નાણાં ચેકથી ઉપાડી અથવા ઓનલાઈન ટ્રાન્સફર કરી રોકડમાં ફેરવવામાં આવતા હતા. આ રોકડ રકમ આંગડિયા મારફતે અથવા USDT (ક્રિપ્ટો કરન્સી) માં કન્વર્ટ કરીને દુબઈ અને ચીનમાં બેઠેલા માસ્ટરમાઈન્ડ્સને મોકલી આપવામાં આવતી હતી. તપાસ દરમિયાન 30થી વધુ ક્રિપ્ટો વોલેટ એડ્રેસ મળી આવ્યા છે.

દેશભરમાં હજારો લોકો સાથે છેતરપિંડી

આ એક જ નેટવર્કનો ઉપયોગ કરીને દેશભરમાં હજારો લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ નેટવર્ક સાથે જોડાયેલા મુખ્ય રાજ્યોમાં મહારાષ્ટ્ર (300 કેસ), તમિલનાડુ (203 કેસ), કર્ણાટક (194 કેસ), તેલંગાણા (128 કેસ), ગુજરાત (97 કેસ), કેરળ (91 કેસ), ઉત્તર પ્રદેશ (88 કેસ) અને દિલ્હી(74 કેસ)નો સમાવેશ થાય છે.  

બેંક મેનેજરની ભૂમિકા અને 1% કમિશન 

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલા આરોપી ભુમિકા જગદીશભાઇ લશ્કરી (ઇન્ડસઇન્ડ બેંક, ભાવનગરના બ્રાન્ચ મેનેજર) અને તેમના પતિ સાહીલ સાધ આ રેકેટના મુખ્ય સૂત્રધારો સાથે સંપર્કમાં હતા. બેંક મેનેજર જાણતા હતા કે ખાતામાં ફ્રોડના રૂપિયા આવે છે, છતાં તેમણે મ્યુલ એકાઉન્ટ ખોલવામાં અને નાણાં ઉપાડવામાં મદદ કરી હતી. આ કામ માટે તેઓ પ્રતિ ટ્રાન્જેક્શન 1% કમિશન મેળવતા હતા. સાહિલ સાધ આ સમગ્ર પ્રક્રિયામાં મિડિયેટર તરીકે કામ કરતા હતા.

 

Download Our B K News Today App



Related News