રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય રાજુલાબેન દેસાઈ દ્વારા ગરીબ મહિલાઓમાં સાડીઓનું વિતરણ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-10 11:53:13
  • Views : 193
  • Modified Date : 2022-05-10 11:53:13


ડીસાના વતની અને રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય રાજુલા બેન દેસાઈ ના જન્મદિવસ પર આજે તેમને અનોખી ઉજવણી કરી હતી જેમાં તેમના જન્મદિવસ પર મોટી પાર્ટી ની જગ્યાએ ગરીબ મહિલાઓ સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.

 

ડીસા શહેરના નવા બસ સ્ટેશન પાસે રહેતા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય અને ડીસાના વતની રાજુલા બેન દેસાઈ દ્વારા મહિલાઓ જાગૃત બને તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને આજના દિવસે રાજુલા બેન દેસાઈ દ્વારા આજે જે પ્રમાણે દિવસેને દિવસે મહિલાઓ અને દીકરીઓ પર જે પ્રમાણે અત્યાચારોના બનાવો વધી રહ્યા છે તેવા બનાવો ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા પર ન થાય તે માટે આજે ખાસ ઝૂંપડપટ્ટી વિસ્તારની મુલાકાત લીધી હતી. જ્યાં રાજુલા બેન દેસાઈ દ્વારા તમામ મહિલાઓને સાડી અને અન્ય ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી. અને કોઈ પણ પરિસ્થિતિમાં મહિલાઓ અને દીકરીઓને કોઈપણ જાતની તકલીફ પડે તો તાત્કાલિક તેમનો સંપર્ક કરવા માટે જણાવ્યું હતું આજે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઇ હતી અને રાજુલા બેન દેસાઈ દ્વારા પણ મહિલાઓને લગતા કાયદા કાનુન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News