ડીસા કોલેજ ખાતે નેશનલ રમેલ ખેલાડીઓનું સન્માન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-24 11:19:33
  • Views : 231
  • Modified Date : 2022-04-24 11:19:33


ડીસા ખાતે કાર્યરત DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે અભ્યાસ કરતા વિધાર્થીઓ નેશનલ કક્ષાએ સારું પ્રદર્શન કરી કોલેજનું નામ રોશન કરતા તેમનું સન્માન કરાયું હતું...

 

ડી.એન.પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસા યુનિવર્સિટીમાં રમત ગમત  ક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા ધરાવે છે. યુનિવર્સિટીમાં વર્ષ દરમ્યાન થયેલ ચેમ્પિયન અને ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ભારતના જુદાં જુદાં રાજ્યોમાં નેશનલ કક્ષાએ રમી આવેલ અને ડીસા બનાસકાંઠાનું ગૌરવ વધારેલ 50 ખેલાડીઓનું કોલેજના ટ્રસ્ટી આશુતોષભાઈ પટેલના હસ્તે ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માન કરાયું.અને ખેલાડીઓના માર્ગદર્શક  તેમના કોચ ડૉ. આર.ડી ચૌધરીનું  સંસ્થાના નિયામકશ્રી છગનભાઇ પટેલ દ્વારા ઉત્કૃષ્ઠ કામગીરી બદલ સાલથી સન્માન કરવામાં આવ્યું.

Download Our B K News Today App



Related News