બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ વિભાગની ટીમ સજ્જ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-04 11:38:54
  • Views : 257
  • Modified Date : 2022-07-04 11:38:54

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ વિભાગની ટીમ સજ્જ

 

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે ડિઝાસ્ટર વિભાગની ટીમ તૈયાર થઈ ચૂકી છે અને 2017 માં આવેલા પૂર જેવી પરિસ્થિતિ આ વર્ષે ન સર્જાય તે માટે એનડીઆરએફની ટીમ પણ તેનાત કરી દેવામાં આવી છે.

 

હવામાન વિભાગની આગાહીને લઈ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બની ગયું છે 2017માં પડેલા ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને ચારે બાજુ તબાહીના દ્રશ્યો સામે આવ્યા હતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી વધુ પડતા ભરાતા લોકોને રેસ્ક્યુ કરીને પણ બહાર નીકળવામાં આવ્યા હતા ત્યારે આ વર્ષે ફરી એકવાર હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અત્યારથી જ સજ્જ બની ગયું છે છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જિલ્લામાં જે પ્રમાણે વરસાદની શરૂઆત થઈ છે તેને લઈ બનાસકાંઠા જિલ્લા ડિઝાસ્ટર વિભાગની ટીમ અત્યારથી જ તમામ પરિસ્થિતી ને પહોંચી વળવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે ભારે વરસાદની આગાહીના પગલે આજે પાલનપુર ખાતે એનડીઆરએફની એક ટીમ બનાસકાંઠા ખાતે પહોંચી હતી જ્યાં પાલનપુર વિશ્રામ ગૃહ ખાતે એનડીઆરએફની ટીમને તેના જ રાખવામાં આવશે. પાલનપુર ખાતે પહોંચેલી એનડીઆરએફ ની ટીમમાં ત્રણ બોટ,3 OBM, લાઈફ જેકેટ 25, આસ્થા લાઈટ 1,આર. આર સા. ઇલે.2,કાર્બોઈટ ટીપ ચેન સા.1,રોટરી હેમર 2, ચિપિંગ હેમર 2 કોરોના કીટ 2 સાથે જવાનો તેના કરી દેવામાં આવ્યા છે 2017માં આવેલા ભયાનકપુર જેવી પરિસ્થિતિ આ વખતે ન સર્જાય તે માટે એનડીઆરએફ ની ટીમ પહોંચી વળવા માટે તૈયાર થઈ ચૂકી છે

Download Our B K News Today App



Related News