નેશનલ ક્રશ રશ્મિકા મંદાના અને સ્ટાર મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના બહેનો છે ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-09 16:39:40
  • Views : 119
  • Modified Date : 2023-12-09 16:39:40

સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ક્રિકેટરોમાંથી શ્રેષ્ઠ ક્રિકેટરની યાદીમાં તેનો સમાવેશ થાય છે.તો રશ્મિકા મંદાના ભારતમાં નેશનલ ક્રશ તરીકે ઓળખવામાં આવે છે. આ બંન્ને મહિલાઓ પોતાના કાર્યક્ષેત્રમાં અવ્વલ છે.સ્મૃતિ મંધાનાનો જન્મ 18 જુલાઈ 1996ના રોજ સ્મિતા અને શ્રીનિવાસ મંધાનાના ઘરે થયો હતો.સ્મૃતિ મંધાનાએ તેમનું સ્કૂલિંગ અને ગ્રેજ્યુએશન મહારાષ્ટ્રમાં મેળવ્યું છે. સ્મૃતિ મંધાના ચિંતામનરાવ કોલેજ ઓફ કોમર્સમાંથી B.Com ની ડિગ્રી મેળવી છે.રશ્મિકા મંદાનાનો જન્મ 5 એપ્રિલ 1996ના રોજ કર્ણાટકમાં થયો હતો.રશ્મિકા મંદાનાએ એમએસ રામૈયા કોલેજમાંથી અભ્યાસ મેળવ્યો છે.જો કે રશ્મિકા મંદાની પ્રિય રમતો માંથી એક રમત ક્રિકેટ છે. તેમને તેમની એક ફિલ્મમાં પણ ક્રિકેટરની ભૂમિકા ભજવી હતી. પરંતુ રશ્મિકા મંદાની અને સ્મૃતિ મંધાના વાસ્તવિક જીવનમાં એકબીજાની બહેનો નથી.રશ્મિકા મંદાનાનું ડિયર કોમરેડ ફિલ્મ સુપર હિટ મુવી માંથી એક હતી. તો ફિલ્મમાં રશ્મિકા મંદાનાના પાત્રનું નામ લીલી હતુ. જે પુરુષોની ટીમ વિરુદ્ધ પણ રમતી જોવા મળી છે. જેમાં તેને ખતરનાક બેટિંગ કરી છે.

Download Our B K News Today App



Related News